Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

બગોદરા પાસે ડમ્પરની ઠોકરે શ્રમિક મહિલાને મળ્યુ 'મોત'

ચંપાબેન રોડ ઓળંગી રહ્યા'તાને ભેટયો કાળઃ પરિવારમાં કલ્પાંત

વઢવાણ તા. ૩ :.. બગોદરા હાઇવેઉપર રોજ-બરોજ અકસ્માતોની ઘટના બનતી રહે છે, એવી જ રીતે  વધુ એક અકસ્માતમાં શ્રમિક મહિલાનો ભોગ લેવાતા તેના પરિવારમાં કલ્પાંત પ્રસરી જવા પામ્યો છે.

વિગત મુજબ બગોદરાના આવેલા રજાંડા, ગામના પાટીયા પાસે ચંપાબેન રપુશા નામની શ્રમિક મહિલા રોડ ઓળંગી રહી હતી ત્યારે માતેલા સાંઢની માફક અમદાવાદ તરફ જતા ડમ્પરના ચાલકે ઉલાળાની સાથે જ તોતીંગ વ્હીલ મહિલા ઉપર ફરી વળતા ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજયુ હતું.

(3:43 pm IST)