Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ખંભાળીયાના સરકારી ગોડાઉનમાં ઘઉંના ૧પ બાચકાની ચોરી

ખંભાળીયા, તા. ૩ : ખંભાળીયા રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ સરકારી ગોડાઉનમાં તા.૧ થી ર વચ્ચે રાત્રીના સમયે ગોડાઉનના દરવાજાની રેલીંગ ઉંચી કરી કોઇ ચોર ઇસમ ઘઉંના બાચકા ૧પ રૂ. ૧૩,૧રપ મુદામાલની ચોરી કરી ગયાની ફરીયાદ ગોડાઉનના કર્મચારી દેવાયતભાઇ લાંભવાએ અજાણ્યા ચોર ઇસમ વિરૂદ્ધ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઇજા

કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા ફરીયાદી ગજેન્દ્રસિંહ વકુભા જાડેજાને જુની માથાકુટનો ખાર રાખી આરોપી (૧) પ્રદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ર) કારૂભા બહાદુરસિંહ જાડેજા (૩) હર્ષીદાબા પ્રદીપસિંહ જાડેજા રહે. બધા ગઢકા વાળાએ લાકડી અને ધોકા વડે હુમલો કરી ફરીયાદી ગજેન્દ્રસિંહને ફેકચર કરી સાહેદ હરપાલસિંહ તથા આનંદબાને પણ મુંઢમાર મારી ઇજા કર્યાની ફરીયાદ ગજેન્દ્રસિંહ જાડેજાએ ઉપરોકત ત્રણેય આરોપી વિરૂદ્ધ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જુગાર રમતા ઝડપાયા

ખંભાળીયા તાલુકાના આંબરડી ગામે જાહેરમાં તિનપતિના પાનાવડે જુગાર રમતા આરોપી સોમાભાઇ સામત જોગલ, બાબુભાઇ ત્રિકમભાઇ પાઠક, ઉકાભાઇ ગગુભાઇ નંદાણીયા, મનસુખ મેરામણભાઇ વસરા, જેઠા કેસુરભાઇ વસરા, સંજય નરોતમ ચુડાસમા રોકડા રૂપિયા ર૦ હજાર ૬૦૦ સાથે પકડાઇ આવતા એલસીબીના સ્ટાફના મસરીભાઇએ આગળની તપાસ હાથ ધરી છે.

ઇજા

દ્વારકાના મકનપુર ગામની સીમમાં રહેતા સુમીબેન કારૂભા માણેક વાડીએ પાણીની મોટર ચાલુ કરવા જતા ઇલેકટ્રીક શોર્ટ લાગતા મોત થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(3:42 pm IST)