Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

જામનગરમાં કૂતરાને મારવાની ના પાડતા ૩ શખ્સોએ મારમાર્યો

 જામનગર તા. ૩  : અહીં અંધાશ્રમ પાસે આવેલ આવાસ કોલોનીમાં રહેતો દિપક પ્રભુદાસ જોઈસર ઉ.વ. ૪૦ જે ટીફીન સર્વિસનો ધંધો કરે છે તેમણે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૩ ના રોજ અંધાશ્રમ પાસે આ કામેના આરોપીઓ દિપેશ વિનુભાઈ કનખરા, દિપેન વિનુભાઈ કનખરા અને વિનુભાઈ કનખરા ફરીયાદીની શેરીમાં કૂતરા ને મારતા હોય જેથી ફરીયાદીએ મારવાની ના પાડતા આરોપીઓએ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને પડખામાં છરી વડે ઈજા કરી તેમજ લાકડાના ધોકા વડે માર મારી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

ઝેરી દવા પી લેતા યુવકનું મૃત્યુ

કાલાવડમાં આવેલ શિવમ સોસાયટીમાં રહેતા મહેશ વલ્લભભાઈ સાવલીયાએ પોલીસમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણ જનાર વૃજલાલ કેશવજીભાઈ રાબડીયા ઉ.વ. ૪૦ રહે. બાંગા તા. કાલાવડવાળાએ સનાળા રોડ પર તા. રર–૬–૧૮  ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર બાદ તેમનું તા. ર ના રોજ મૃત્યુ નિપજેલ છે.

નીલગાય આડી યુવકનું મૃત્યુ

રાજકોટમાં આવેલ દોશી હોસ્પિટલના ડો. પી. શર્માએ કાલાવડ પોલીસ મથકે જાહેર કરેલ છે કે, તા. ૧૮ ના રોજ આ કામે મરણ જનાર કિશન દલિચંદ ગાંધી ઉ.વ. ર૭ રહે. નાનાવડાળા તા. કાલાવડવાળો પોતાના ગામ જતો હતો ત્યારે રસ્તામાં રોઝ (નિલગાય) આડી ઉતરતા અકસ્માત સર્જાતા શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર બાદ તેમનું તા. ર ના રોજ મૃત્યુ નિપજેલ છે.

ટ્રેન હડફેટે આવી ગયેલ યુવકનું મૃત્યુ

અહીં રાજ ચેમ્બરમાં રહેતી રીટાબા હિતેન્દ્રસિંહ જાડેજાએ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ર ના રોજ આ કામે મરણ જનાર મનોજભાઈ શ્રીધરનભાઈ નાયર ઉ.વ. ૪૯ રહે. રાજ ચેમ્બરવાળા અંધાશ્રમ આવાસ પાસે ટ્રેન હડફેટે આવી જતાં સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.

ભોયના ટોળાએ કોળીવાસમાં હુમલો

અહીં બેડેશ્વરમાં રહેતો સંજય અશોકભાઈ બાહુકીયા જાતે કોળી ઉ.વ. ર૩ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ર ના રોજ કોળીવાસ ભોયવાડા પાસે આ કામેના આરોપીઓ ભાર્ગવ જેઠવા, નોમીત બાબુ, ધમો, હેમલો, તામડો, મીહીર, અનીલ, અક્ષય મહેતા, ભાગલો મહેતા તથા ૧પ થી ર૦ અજાણયા ઈસમોએ ગેરકાયદે મંડળી રચી ફરીયાદીને તલવારથી માથામાં તથા છાતીના ભાગે ઈજા કરી લોકોને લતામાંથી ભગાડી દેવા માટે ધમકી આપી ગુન્હો કરેલ છે.

ત્રણબત્તી વિસ્તારમાંથી એલ.ઇ.ડી. કન્ટ્રોલરની ચોરી

અહીં ખોડીયાર કોલોનીમાં રહેતા અને નોકરી કરતા કે.ડી.ભટૃીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૭–૬–૧૮ ના રોજ ત્રણ બતી વિસ્તારમાંથી કોઈ ચોર ઈસમ ફરીયાદીને જામ્યુકોએ કોન્ટ્રાકટ આપેલ ઈસ્માર્ટ એનર્જી સોલ્યુશન પ્રા.લિ. કંપનીનું એલ.ઈ.ડી. કન્ટ્રોલર આઈડી નંબર ૮૯૮૭ કિંમત રૂ. ૩પ હજારનું કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ છે.

લાલપુરમાં વર્લીમટકાના આંકડા લખતા

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. સુરેશભાઈ રામજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૦ર–૭–ર૦૧૮ના જામનગર રોડ, એચ.ડી.એફ. બેન્કવાળી શેરી, લાલપુરમાં આ કામના આરોપી રવીન્દ્ર ઉર્ફે રણજીત જમનભાઈ ટંકારીયા, અતુલ ઉર્ફે એ.કે.માખેચા , રે. લાલપુર વાળા જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી વર્લી મટકાના આંકડા લખેલ સ્લીપ ચાલુ હાલતની બોલપેન તથા એક સેમસંગ કંપની મોબાઈલ એસએમડી ૩પ૦ મોડલનો કિંમત રૂ.૧૦૦૦  તથા રોકડા ૧રપ૦ મળી કુલ રૂ.રરપ૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આ કામના આરોપી અતુલ ઉર્ફે એ.કે.માખેચા  ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(3:41 pm IST)