Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

જુનાગઢનાં પ્રદિપભાઇ ખીમાણીને ગ્લોરી ઓફ ઇન્ડિયા-ગોલ્ડ મેડલ માટે પસંદગી

 જુનાગઢ તા.૩: બેસ્ટ સીટીઝન પબ્લીશીંગ હાઉસ દ્વારા સમાજ માટે વિશિષ્ટ પ્રદાન કરનારા અગ્રણીઓને દર વર્ષે અપાતા ''ગ્લોરી ઓફ ઇન્ડિયા'' એવોર્ડ માટે જુનાગઢના અગ્રણી શિક્ષણવિદ, સરસ્વતી સ્કૂલના સંચાલક તથા પાંચ વિષયમાં એમ.કોમ.ની પદવી મેળવનાર પ્રદિપભાઇ ખીમાણી મો.નં. ૯૪૨૬૭ ૧૭૦૦૦ પસંદગી કરવામાં આવી છે.

શિક્ષણના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર પ્રદિપભાઇ ખીમાણીની કામગીરીની નોંધ આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ''બેસ્ટ સીટીઝન પબ્લીશીંગ હાઉસ'' દ્વારા લેવામાં આવી છે.

આ વર્ષે ''ગ્લોરી ઓફ ઇન્ડિયા'' એવોર્ડ માટે શ્રી પ્રદિપભાઇ ખીમાણી ઉપરાંત શ્રી એમ.વી. રાજાશેખરન (ભૂતપુર્વ- આયોજન મંત્રી), ડો. ભીષન નારાયણ સીંઘ (પૂર્વ ગર્વનર), શ્રી જોગીંદર સીંઘ (પૂર્વ સી.બી.આઇ. ડાયરેકટર), જી.વી.જી ક્રિષ્નામૂર્તિ (પૂર્વ ચૂંટણી કમિશ્નર), અર ચીફ માર્શલ એન.સી. સુરી, લોર્ડ સ્વરાજ પોલ, શ્રીમતિ સુમિત્રા સીંઘ (સ્પીકર-રાજસ્થાન), ડો. રઘુબીર કાડીઆન (સ્પીકર-હરિયાણા),ડો. ડેકા (ડીન- એઆઇઆઇએમએસ) વિગેરેને આ વર્ષેના ''ગ્લોરી ઓફ ઇન્ડિયા'' એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ છે.

પ્રદિપભાઇ ખીમાણીને આ અગાઉ દશ રાષ્ટ્રીય/ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળી ચુકયા છે. (૧) ભારત જયોતિ એવોર્ડ (ર) બેસ્ટ સીટીઝન ઓફ ઇન્ડિયા એવોર્ડ, (૩) રાષ્ટ્રીય રત્ન એવોર્ડ, (૪) રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ, (પ) ઇંદિરા ગાંધી સદભાવના એવોર્ડ, (૬) ગલોબલ ઇન્ડિયન ઓફ ધી યર એવોર્ડ, (૭) પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ, (૮) ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર મીલેનીયમ એવોર્ડ (૯) ભારત જયોતિ પુરસ્કાર, (૧૦) ઇન્ડિયા શીક્ષા રત્ન એવોર્ડ અર્પણ કરાયા છે.

(3:40 pm IST)