Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

બાબરામાં એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે બાઇક આવી જતા ર યુવકોના મોત: ૯ ને ઈજા

આટકોટ તા.૩: અમરેલીના બાબરા ગામમાં ભાવનગર હાઇવેે ઉપર આગળ જતા બાઇક ચાલકને પાછળથી ઠોકર મારતા બંને બાઇક ચાલકના ઘટના સ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બાબરા બસ સ્ટેન્ડ પાસે આગળ ચાલ્યા જતાં ડબલ સવારી બાઇકને એસ.ટી. બસે પાછળથી ઠોકર મારતા સામેથી આવતા ટ્રક સાથે બંને બાઇક સવારો બસ અને ટ્રક વચ્ચે સેન્ડવીચ બની જતાં બંનેના મોત થયાનું જાણવા મળ્યું છે.આ બાઇક ચાલકો કયાના છે તે હાલ જાણવા મળ્યું નથી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. આ અકસ્માત બાદ હાઇવે ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો આમ છતાં વરસતા વરસાદમાં લોકોએ આ બંનેને બહાર કાઢી સારવાર અપાવવા પ્રયાસો કર્યા હતા.

બાબરા નજીક આજે બપોર બાદ ભાવનગર, ભુજ વાયા રાજકોટની એસટી બસ તથા ટ્રક અને બાઈક વચ્‍ચે અકસ્‍માત થતાં બાઈકસવાર ૨ અજાણી વ્‍યકિતના ઘટનાસ્‍થળે મોત : એસટી ડ્રાઈવરને ગંભીર ઈજા થતાં ભાવનગર ખાનગી હોસ્‍પિટલે સારવાર હેઠળ ખસેડાયા : અન્‍ય ૮ વ્‍યકિતઓ પણ ઈજાગ્રસ્‍ત  : વધુ વિગતો મેળવાઈ રહી છે

 

(6:32 pm IST)