Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ભાવનગરમાં કૈફી પીણું પીવડાવી બળાત્કાર :અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ

ભાવનગર શહેરના સરદારનગરમાં રહેતાં એક શખ્સે ઠંડાપીણામાં કેફી દ્રવ્ય પીવડાવી મહિલાને બેસુદ્ધ કરી બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. નરાધમે મહિલાના અશ્લીલ ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી મહિલાની મરજી વિરુધ્ધ મજબૂર કરી અવારનવાર દુષ્કર્મ કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનને નોંધાવી છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(1:26 pm IST)