Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ભાણવડના રોઝડામાં સગીર ભત્રીજીની એકલતાનો લાભ લઈને કાકાએ કર્યો બળાત્કાર

શ્રમિક પરિવારની સગીર પુત્રી એકલી હતી ત્યારે મોં દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને પીંખી નાખી

જામનગર નજીકના ભાણવડ નજીક આવેલા રોઝડા ગામે ભત્રીજીની એકલતાનો લાભ લઈને કાકાએ દુષ્કર્મ આચરતા આ ઘટનાએ ચોતરફ ફિટકારની લાગણી જન્માવી છે.

  આ અંગેની વિગત મુજબ  રોઝડા ગામે રહેતા એક શ્રમીક પરિવારની સગીર વયની પુત્રી રાત્રીના સમયે એકલી ઘેર હતી ત્યારે ગામમાં રહેતો તેનો કાકો જયેશ શકરાભાઇ ઘરમાં પહોંચી જઇ ભત્રીજીની એકલતાનો લાભ લઇ મોં દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઇને કહીશ તો પરિણામ સારું નહીં આવે તેવી ધમકી આપી આરોપી કાકો નાસી છૂટ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:53 pm IST)