Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

મહિલા સાથેના આડા સબંધમાં યુવાનને મળ્યું 'મોત': ક્રૂર હત્યા

ભાવનગરના મહુવાના ઉમણીયાવદર ગામે ર૦ વર્ષના ગભા વાઘેલાની નદીકાંઠેથી હત્યા કરાયેલી લાશ મળતા ચકચારઃ ગળા પર તિક્ષ્ણ હથીયારના ઘા

ભાવનગર તા.૩: મહુવાના ઉમણીયાવદર ગામે રહેતાં યુવાનની કુટુંબની મહિલા સાથે આડાસંબંધ હોવાની શંકા રાખી એક શખ્સે હત્યા કરી નાંખતા ગ્રામ્ય પંથકમાં ચકચાર જાગી છે.

વિગત મુજબ ઉમણીયાવદર ગામે રહેતાં ગભા સીદીભાઇ વાઘેલા (ઉ.વ.૨૦) ની મહુવાનાં માલણનદીનાં કાંઠેથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી.

આ અંગે ભોગ બનનારના મોટાભાઇ ભાવેશભાઇ સીદીભાઇ વાઘેલાએ ફરીયાદ નોંધાવી છે કે, ઉમણીયાવદરમાં રહેતાં કિશન દેવીપૂજક નામનાં શખ્સે ગભાને તેની કુટુંબની કોઇ કોઇ મહિલા સાથે આડો સબંધ હોવાની શંકા રાખી ગળાના ભાગે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાંખી છે. સી.પી.આઇ.શ્રી ચૌધરીએ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(11:47 am IST)