Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

જામજોધપુરના અમરાપર પંથકમાં દે ધનાધન ૬ ઇંચ

સાંજથી આખી રાત મેઘકૃપા વરસતા વાવણી લાયક વરસાદથી ખુશી

જામજોધપુરના અમરાપરમાં ધોધમાર વરસાદઃ જામજોધપુરના અમરાપર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા નદી-નાળામાં પુર આવ્યુ છે જ્યારે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.

રાજકોટ તા. ૩ :.. જામનગર જીલ્લાના જામજોધપુરમાં કાલે ર ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે અમરાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ૬ ઇંચ જેટલો વરસાદ તૂટી પડયાનું 'અકિલા' ના વાંચક ભીખુભાઇ મણેદએ જણાવ્યું છે.

અમરાપર ઉપરાંત પઇડવા, વડેખણ, પ્રાંસલા સહિતના ગામો અને  આસપાસના વિસ્તારોમાં પણ આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો છે.વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશાલી છવાઇ ગઇ છે.

(11:46 am IST)