Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

જૂનાગઢના ભવનાથ પાસેના જંગલમાં જેતપુરની દેવીપૂજક મહિલાની હત્યા

હત્યા કરનાર ગલીયાવડનો દેવીપૂજક અમદાવાદ પોલીસ સમક્ષ હાજર થયો

જૂનાગઢ તા. ૩ :.. જૂનાગઢનાં ભવનાથ પાસેનાં જંગલમાં જેતપુરની દેવીપૂજક મહિલાની  હત્યા કરીને હત્યારો દેવીપૂજક શખ્સ અમદાવાદ પોલીસ સમક્ષ હાજર થયો હોવાનું જાણવા મળેલ છે.

આ અંગેની પ્રાથમિક વિગતો એવી છે કે, તાલાલાના ગલીયાવડ ગામનો દેવીપૂજક મુકેશ બાબુ સોલંકી નામનો શખ્સ  આજે વહેલી સવારે  અમદાવાદ ખાતે પોલીસ સમક્ષ  હાજર થયો હતો અને તેણે જેતપુરની સીતાબેન મુકેશ દેવીપુજક નામની ૩પ વર્ષીય મહિલાની જુનાગઢના ભવનાથ પાસેના જંગલમાં હત્યા કર્યાનું જણાવ્યું હતું.

આ અંગેની જાણ થતા એસ.પી.નિલેશ જાજડિયાની સુચનાથી ભવનાથ પી. એસ. આઇ. કે.એમ.મોરીએ સ્ટાફને આરોપી મુકેશ બાબુને જુનાગઢ લાવવા રવાના કરેલ. દરમિયાનમાં પી.એસ.આઇ. મોરી સહિતના સ્ટાફે ગિરનાર જંગલમાં હત્યાવાળી જગ્યા અને મૃતક મહિલાની લાશ અંગે શોધખોળ હાથ ધરી છે.

(11:44 am IST)