Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

માણાવદર માં ઝંઝાવાતી અઢી ઇંચ વરસાદ

તોફાની વરસાદે સરકારી હાઇસ્કુલની બાંઉન્ડ્રી દિવાલની નબળી કામગીરી ની પોલ ખોલી - પતાની જેમ ગબળીપડી : સ્કુલ બંધ હોય તથા રાત્રીનો સમય હોય સદ્નસીબે બચાવ

માંણાવદર તા ૦૩ : માંણાવદરમાં ઝંઝાવાતી ૨ાા ઇંચ વરસાદ થી ઠેર-ઠેર હરખની હેલી થઇ છે. છેલ્લા ૧૫-૧૫  દિ ' થી ભારે ઉકળાટ તથા પાણી વિના તરફડતા પશુ-પક્ષીઓ ગરમીથી ત્રસ્ત પ્રજાજનો એ આજ રાત્રીના ૩ વાગ્યે થી શરૂ થયેલા વરસાદે ધરતીને અમૃત રૂપી પાણી વરસાદ વરસાવી દીધો રાત્રીના ૩ થી સવારના ૬ સુધીમાં ૨ ાા ઇંચ જેટલો વરસાદ પડયો છે.  વાવણી લાયક વરસાદ થયાનું ખેડુતો કહે છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં ૧ ઇંચ પડયો છે.આ તોફાની વરસાદે સરકારી હાઇસ્કુલની બાઉન્ડ્રી  દિવાલ ની નબળી કામગીરીની પોલ ખોલી હોય તેમ પતાની જેમ ઢળી પડી હતી. સદ્નસીબે રાત્રીનો સમય હોય હાઇસ્કુલ બંધ હતી જેથી કોઇ વિદ્યાર્થી ન હોતા તથા અવર-જવર બંધ હતી તેથી કોઇ ને ઇજા થઇ નથી.

પ્રથમ શહેરમાં વરસાદે જી.ઇ.બી. ડુલ થઇ હતી તો બીજી તરફ ભર ચોમાસામાં પાલિકાએ શહેર રોડને સાઇડો ખોદવાની પરમીશન આપી દેતા ઠેર-ઠેર ખાડા પડયા છે જે જીવલેણ અકસ્માત નોતરશે શા માટે કરોડો રૂપીયાના રોડ તોડવાની મંજુરી આપી ઘ્ તોડ કરવા કે બીજુ શું ?

(11:42 am IST)