Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

પડધરીના મંગલપુરમાં ઘરકામ બાબતે રાજકોટના ઉમાબેન વૈષ્નાણીને ત્રાસ

પતિ પ્રદિપ,સસરા જાદવજી,સાસુ શોભનાબેન દિયર રોનક અને નણંદ શ્રધ્ધા

રાજકોટ તા.૩: પડધરીના મંગલપુરમાં ઘરકામ બાબતે રાજકોટની પટેલ મહિલાને પતિ,સાસુ,સસરા,દીયર અને નણંદ ત્રાસ આપતા હોવાની ફરિયાદ થઇ છે.

મળતી વિગતમુજબ રાજકોટ કાલાવડ રોડ મોટા મવા પાછળ આંગન ગ્રીન સોસાયટી બ્લોક નં.૫૩માં રહેતા ઉમાબેનના બે વર્ષ પહેલા પડધરીના મંગલપુરમાં રહેતો પ્રદિપ જાદવજી વૈશ્નાણી સાથે થયા હતા, લગ્નના બે માસ બાદ પતિ પ્રદિપ, સસરા જાદવજી, સાસુ શોભનાબેન, મોરબી રહેતો દિયર શેનક, નણંદ શ્રધ્ધા અવાર-નવાર, ઘરકામ બાબતે મેણાટોણા મારી મારકુટ કરતા અને પતિને દારૂપીવાની ટેવ હોઇ, તે ઝઘડો કરી મારકુટ કરતો અને માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રાસ આપતા પટેલ મહિલાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ.ગીતાબેન પંડ્યાએ તપાસ આદરી છે.

(11:41 am IST)