Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

વેરાવળમાં ધોધમાર ૪ ઇંચ : પાલીતાણા-સુત્રાપાડા-માંગરોળ-રાા, તાલાલા-જામજોધપુર-કોડીનાર-પોરબંદર-ઘોઘામાં ર ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલ્ટા સાથે મેઘરાજાનું આગમન : કચ્છ હજુ કોરૂ

રાજકોટ તા.૩: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. અને આખો દિવસ ધુપ-છાંવ સાથે હળવો-ભારે વરસાદ વરસી જાય છે.

ગઇકાલે સાંજથી અમુક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા અને કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ પડયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. પવન પણ મંદ ગતિએ ફુંકાઇ રહયો છે.

આવા વાતાવરણ વચ્ચે કાલે સાંજથી આજે સવાર સુધીમાં ઝાપટાથી માંડીને ર ઇંચ જેટલો વરસાદ પડયો છે.

જેમાં પોરબંદર, કોડીનાર, મોટી પાનેલી સહિતના વિસ્તારોમાં ર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

છેલ્લા ઘણાં દિવસોથી લોકો મેઘરાજાની ચાતક નજરે રાહ જોઇ રહયા છે. પરંતુ ધોધમાર વરસાદ વરસતો ન હોવાથી ચિંતા પ્રસરી ગઇ છે. ખાસ કરીને વાવણીની તૈયારી કરી રહેલા ખેડુતોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે.

આજે સવાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ધોધમાર ૪ ઇંચ વરસાદ પડયો છે. જયારે પાલીતાણા, સુત્રાપાડા અને માંગરોળમાં અઢી ઇંચ જયારે તાલાલા, જામજોધપુર, કોડીનાર, પોરબંદર, ધોધામાં ર ઇંચ વરસાદ પડયો છે.

કચ્છમાં હજુ મેઘરાજાનું આગમન થયું નથી. જયારે સોૈરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઝાપટાથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો છે.

જામજોધપુર

જામજોધપુરઃ જામનગર જિલ્લાના જામજોધપુરમાં આજે ર ઇંચ વરસાદ તુટી પડયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

ઉના

ઉનાઃ ઉના તથા આસપાસના વિસ્તારોમાં આજે સવારે ૮:૩૦ વાગ્યા બાદ શરૂ થયેલ ઝરમર વરસાદ ર કલાકમાં અર્ધાથી પોણો ઇંચ પડી ગયો હતો.

ભાયાવદર

ભાયાવદરઃ રાત્રીના ઝરમર વરસાદ પછી સવારના પ વાગ્યાથી ૭ સુધીમાં વરસાદનો પ્રારંભ થતા ૧ ઇંચ પડેલ છે. આ વરસાદથી લોકો ખુશીથી ઝુમી ઉઠેલ છે અને નવી આશાનો સંચાર થયેલ છે.

કોડીનાર

કોડીનારઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કાલે સાંજના ૭ વાગ્યાથી આજે સવારના ૭ વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

પોરબંદર

પોરબંદરઃ શહેરમાં કાલે સાંજથી આજે સવાર સુધીમાં ઝાપટા રૂપે વરસાદ વરસ્યો હતો અને સવારના ૬ વાગ્યા આસપાસ જોરદાર વરસાદ પડયો હતો આ વરસાદ બેં ઇંચ નોંધાયો છે.

મોટી પાનેલી

મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકાનાં મોટી પાનેલીમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો અને ર ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

ગોંડલ

ગોંડલઃ શહેરમાં રાત્રીના ૩ વાગ્યાથી ધીમી ધારે ઝાપટારૂપે વરસાદ વરસ્યો હતો જે સવાર સુધીમાં ૪ મી.મી. નોંધાયો છે.

ગોંડલ : રાજકોટ જીલ્લામાં સર્વપ્રથમ વરસાદમાં રહેતા ગોંડલ આ જ વખતે વરસાદમાં પાછળ રહેવા પામ્યુ છે. ગતરાત્રીના મેઘરાજાએ શહેર તાલુકામાં રાત્રીના ચાર  વાગ્યે હેત વરસાવવાનું શરૂ કરતા એક કલાકમાં પોણો ઈંચ વરસાદ વરસી  જવા પામ્યો હતો. (૧૭.૩)

જેતપુર

જેતપુરઃ શહેરમાં કાલે સાંજથી આજે સવાર સુધીમાં ધીમધારે વરસાદ વરસતા વતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

ઉના

ઉનાઃ શહેરમાં રવિવારે બપોરબાદ વરસાદી ઝાપટા વરસવા શરૂ થયા હતાં અને સોમવારે સવારથી ઝાપટા વરસવા ચાલુ રહેતા ૪ થી પ ઝાપટા વરસી જતા ૨૪ કલાકનો અડધો ઇંચ વરસાદ વરસી ગયો છે. રોડ ઉપર ગારો અને કીચડ જોવા મળે છે. ચોમાસાના રર દિવસ વિતી ગયા છતાં મેઘરાજા મન મુકીને વરસતા નથી અત્યારે જેઠ માસમાં શ્રાવણી સરવડા જેવો વરસાદ થતાં ખેતરોમાં વાવણી પણ કરાતી નથી અગાઉ વાવણી કરેલ મગફળી-કપાસના બિયારણ બળી જવાની ભીતી સેવાય છે.

ગત ૨૦૧૭માં ૦૨/૦૭/૧૭ના રોજ ઉના શહેર તથા ગ્રામ્ય પંથકમાં ૨૧૦ મી.મી. એટલે કે ૮ાા ઇંચ વરસીગયો હતો ત્યારે ૧/૭/૧૮ ના માત્ર ૧૮ મીમી વરસાદ વરસતા મોટી ખાધ વરસાદની રહી છે.

ભાવનગર

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં અઢી ઇંચ ઘોઘામાં બે ઇંચ, ભાવનગર-શહેરમાં સવા ઇંચ અને ગારીયાધારમાં છુટો છવાયો વરસાદ નોંધાયો છે.

ગોહિલવાડ પંથકમાં ધુંપ-છાવના માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ચાર તાલુકાઓમાં મેઘરાજાની કૃર્પા વરસી છે. જિલ્લાના પાલીતાણા પંથકમાં ગઇકાલે બપોરે અને રાત્રે અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો જયારે ઘોઘામાં બે ઇંચ વરસાદ પડતાં ખેડુતોમાં રાહતની લાગણી અનુભવાઇ છે. ભાવનગરમાં સવા ઇંચ જેટલો વરસાદ પડયો છે.

છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ભાવનગરમાં ૨૯ મી.મી. ઘોઘામાં ૪૯ મી.મી. પાલીતાણામાં ૬૫ મી.મી. અને ગારીયાધારમાં ૬ મી.મી. વરસાદ નોંધાયો છે.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ૩૫ મહતમ, ૨૮ લઘુતમ, ૮૨ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૩.૯ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ, વરસાદઃ જામજોધપુરમાં ૫૪ મીમી વરસાદ નોંધાયો છે.

ઉપલેટા

ઉપલેટાઃ ગઇકાલે રાત્રીના ર વાગ્યાથી સવારે પ વાગ્યા સુધીમાં ર૦ મીમી વરસાદ નોંધાયો છે. નજીકના મોજ ડેમ વિસ્તારમાં પ મીમી વરસાદ પડી ગયો હતો.

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

ગીર સોમનાથ

વેરાવળ        ૯૭                 મીમી

તાલાલા        પ૦ ''

સુત્રાપાડા       ૬૦ ''

કોડીનાર        ૪૦ ''

ઉના            પ   ''

ગીરગઢડા      ૬   ''

જુનાગઢ

ભેંસાણ          ૮   મીમી

જુનાગઢ        ૧૧ ''

કેશોદ           પ૬ ''

માળીયા હાટીના પ૪ ''

માણાવદર        ૮ ''

માંગરોળ        ૬૩ ''

વંથલી          ર૯ ''

વિસાવદર      ર૩ ''

ભાવનગર

ભાવનગર      ર૯ મીમી

ઘોઘ            ૪૯ ''

પાલીતાણા      ૬પ ''

ગારીયાધાર     ૬   ''

જામનગર

જામજોધપુર    પ૪ મીમી

પોરબંદર

પોરબંદર       ૪૯ મીમી

રાણાવાવ       ર૮ ''

કુતિયાણા       ૧૩ ''

રાજકોટ

ધોરાજી         ૧ર મીમી

ગોંડલ          ૪  ''

ઉપલેટા         ર૦ ''

રાજકોટ         ૭  ''

પડધરી         ર  ''

દેવભૂમિ દ્વારકા

ભાણવડ        ૧૭ મીમી

દ્વારકા           ૪  ''

અમરેલી

અમરેલી        ૪  મીમી

બાબરા         ૧૧    ''

બગસરા        ૭  ''

ધારી            ૩  ''

(11:40 am IST)