Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

વંથલીના નવાગામના વણકર વૃધ્ધ બાઇકની અડફેટે ચડતાં જીવ ગયો

૬૧ વર્ષના નાથાભાઇ બગડા દૂકાનેથી ઘરે આવતા'તા ત્યારે બનાવ

રાજકોટ તા. ૩: વંથલીના નવાગામમાં બાઇકની ઠોકરે ચડી જતાં વણકર વૃધ્ધનું ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું છે.

નવાગામ રહેતાં નાથાભાઇ અમરાભાઇ બગડા (ઉ.૬૧) નામના વણકર વૃધ્ધ ગઇકાલે સાંજે સાડા ચારેક વાગ્યે ગામના પાદરે ચોકડી પાસે આવેલી પોતાની દુકાનેથી પરત ઘર તરફ આવવા નીકળ્યા ત્યારે જીજે૧૧બીએમ-૩૫૭૧ નંબરના બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં વંથલી, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રીના મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારાએ કાગળો કરી વંથલી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર નાથાભાઇ બે બહેનના એક જ નાના ભાઇ હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:38 am IST)