Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

સાવરકુંડલાના મિતીયાળા ગામમાં કૂતરાને તગડતાં શાહિદ પર કોળી શખ્સોનો હુમલો

વાડીએથી પાણી ભરીને ઠાલવ્યું ત્યાં તેમાં કૂતરો પડ્યો, તેને લાકડી ફટકારતાં ડખ્ખોસાવરકુંડલાના મિતીયાળા ગામમાં કૂતરાને તગડતાં શાહિદ પર કોળી શખ્સોનો હુમલોઃ ગામના બસ સ્ટેશન પાસે લાલજી કોળી સહિતના ત્રણ પાઇપથી તૂટી પડ્યા

રાજકોટ તા. ૩: સાવરકુંડલાના મિતીયાળા ગામે રહેતાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં શાહિદ દીલાભાઇ ગગનીયા (ઉ. ૩૦)ને ગામના જ લાલજી રવજીભાઇ કોળી અને બે અજાણ્યાએ ઝઘડો કરી પાઇપથી માર મારતાં માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે સાવરકુંડલા જાણ કરી હતી.

શાહિદના સગા કાળુશા ગગનીયાના કહેવા મુજબ ગામમાં હાલમાં પાણીની અછત હોઇ વાડીએથી પાણી ભરીને લાવવું પડે છે. શાહિદ બળદગાડામાં બેરલો મુકીને વાડીએથી ઘરે પાણી લાવ્યો હતો. આ પાણી બીજા વાસણમાં ઠાલવ્યું ત્યાં એક રખડતું કુતરૂ આવીને તેમાં પડતાં શાહિદે તેને તગડવા બડાનો એક ઘા ફટકાર્યો હતો. આ બાબતે લાલજી કોળી સહિતનાએ ડખ્ખો કરી 'કુતરાને શું કામ માર્યુ?' કહી ગાળાગાળી કરી હતી અને બીજા બે શખ્સો સાથે મળી લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો.

શાહિદને માથામાં સાતેક ટાંકા આવ્યા હતાં. સવારે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

(11:38 am IST)