Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ઘેડ પંથકમાં કેનાલના અધૂરા કામોઃ ખેડૂતો દ્વારા ઉગ્ર દેખાવો

કેનાલ પ્રશ્ને ખેડૂતો ચોમાસુ પાક લઇ શકતા નથીઃ મદદનીશ ઇજનેર કહે જમીન સંપાદન બાદ કામ ચાલુ કરાશે

પોરબંદર તા.૨: ઘેડ પંથકમાં કોસ્ટલ કેનાલના અધૂરા કામને લીધે ખેડૂતો પુરતો પાક લઇ શકતા નથી. કેનાલની ગોકળગતિથી કામ સામે ખેડૂતોએ કોસ્ટલ હાઇવે ઉપર ઉગ્ર દેખાવો યોજયા હતાં.

સને ૨૦૦૬માં ઘેડમાં  ૧૮ કરોડના ખર્ચે કોસ્ટલ કેનાલનુ કામ શરૂ થયુ હતું. જે આજના દિવસે અધુરૂ છે. રોડ ક્રોસીંગ તથા એક કોર્ટમાં સ્ટેને લીધે કેનાલના કામમાં રૂકાવટ આવી રહી છે. જેના કારણે ચોમાંસામાં ખેડૂતો ખેતીનો લાભ લઇ શકતા નથી ૨૪૪૨૯ મીટર લાંબી આ કેનાલનુ કામ અધૂરૂ છે. આ કામ પૂર્ણ નહી કરાય તો ચક્કાજામ સહિત આંદોલનાત્મક કાર્યક્રમની ચીમકી ખેડૂત અગ્રણી કાળાભાઇ રાતિયાએ ઉચ્ચારી છે. અધૂરૂ કામ પુરૂ કરાય તો ઘઉં જીરૂ મગફળી ચણાના પાક લઇ શકાય.

આ અંગે મદદનીશ ઇનજરે જે.બી.ચૌહાણે જણાવેલ કે કેનાલ માટે જમીન સંપાદન બાદ કેનાલ કામ શરૂ કરાશે. કોસ્ટલ હાઇવે મોયા અને બળેજ પાસે ક્રોસીંગના પ્રશ્ને કામ થયુ નથી. વર્ક ઓર્ડર અપાય ગયેલ છે.

પોરબંદરથી મીયાણી માધવપુર સુધી ૧૦૦ કી.મી. કાંઠા વિસ્તારમા ખારૂ પાણીના અસરથી પાક ઉપર માઠી અસર પડે છે.

ખેડૂતો એક સીઝન ચણા પાક લઇ શકે છે કેનાલનું કામ થાય તો મીઠા પાણીનો સંગ્રહ થઇ શકે જિલ્લામાં વાવણી લાયક ૧૯૧૪૦૦ હેકટર જમીનમા ૧૯૧૦ હેકટર જમીનમાં ૨૦ દિવસ પહેલા પાક માટે આગોતરૂ આયોજન કરવામા આવ્યુ છે.

(11:35 am IST)