Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

સણોસરા-સોનગઢ પંથકના ખેડુતો માલધારીઓ મુંઝવણમાં

વરસાદ ખેંચાતા કારમી પરિસ્થિતિઃ જો ટુંક સમયમાં મેઘરાજા નહિ આવે તો સ્થિતિ વધુ બગડશે

ઇશ્વરીયા  તા.૩: ભરચોમાસાના દિવસોમાં વરસાદ ખેંચાતા કારમી પરિસ્થિતિ ઉભી થઇ છે. સણોસરા -સોનગઢ પંથકના ખેડુતો માલધારીઓ મુંઝવણમાં મુકાયા છે.

આ ચોમાસામાં કેટલાક વિસ્તારોમાં શરૂઆત દરમિયાન જ ભારે વરસાદ થવા પામ્યો છે. પણ કેટલાક વિસ્તારોમાં માત્ર ઘટાટોપ વાદળા સાથે તડકો જ રહયો છે. ભરચોમાસના આ દિવસોમાં વરસાદના નક્ષત્રોમાંજ વરસાદ ખેંચાતા કારમી પરિસ્થિતિ ઉભી થઇ છે.

સણોસરા-સોનગઢ પંથક ઇશ્વરીયા, રામધરી, આંબલા, અમરગઢ, કૃષ્ણપરા, વાવડી, ચોરવડલા, ઢાંકણકુંડા, ગઢુલા, .. વિગેરે ગામોમાં ખેડુતોએ ગયા પખવાડીયે સામાન્ય વરસાદથી કપાસ વગેરે વાવેતર કરી દીધા બાદ હવે બિયારણ નિષ્ફળ થઇ રહ્યું છે. ડુંગર વિસ્તારમાં ઘાસ ઊગ્યું નથી આમ ખેડુતો અને માલધારીઓ મુંઝવણમાં મુકાયા છે.

(11:35 am IST)