Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

બોટાદ જિલ્લાના ખેડુતોને પ્રધાનમંત્રી ફસલવિમાં યોજનાનો લાભ લેવા અપીલ

બોટાદ જિલ્લામાં શાળા કક્ષાની અનેક રમતગમતોનું આયોજન ૭ મી સુધીમાં અરજી કરવી

બોટાદ, તા.૩: બોટાદ જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલબીમા યોજના (PMFBY) ખરીફ - ૨૦૧૬ થી અમલી બનેલ છે.  આ PMFBYઅંતર્ગત લાભ લેનાર ખેડૂતોને જુદા-જુદા જોખમો સામે વીમાનું રક્ષણ પૂરૂ પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત ઘીરાણ લેનાર તમામ ખેડૂતોને આવરી લેવામાં આવેલ છે તથા જે ખેડૂતોએ ધીરાણ લીધું ન હોય તેવા ખેડૂતો પણ પ્રીમીયમની રકમ ભરી યોજનાનો લાભ લઇ શકશે. ચાલુ વર્ષે ખરીફ - ૨૦૧૮ માટે સરકારશ્રી દ્વારા તાલુકાવાર નોટીફાઇડ કરવામાં આવેલ ખરીફ પાકોનો પાક વિમો લેવા આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી, પ્રીન્ટ લઇ જે તે બેન્કમાં પહોંચતી કરવા બોટાદ નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) એ અનુરોધ કર્યો છે.

બોટાદ જિલ્લાના જુદાજુદા તાલુકા માટે નોટીફાઈડ થયેલ ખરીફ પાકો પૈકી બાજરી, તલ પાકનો વિમો ઉતારવા ખેડૂતોએ ૨્રુ અથવા ખરેખર પ્રિમીયમ દર (બે માંથી જે ઓછું હોય તે ) જયારે કપાસ પીયત, કપાસ બિનપીયત માટે ૫્રુ અથવા ખરેખર પ્રિમીયમ દર (બે માંથી જે ઓછું હોય તે ) ભરવાનું રહેશે. ખરીફ - ૨૦૧૮ ઋતુમાં બોટાદ જિલ્લા માટે એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડીયા લીમીટેડ નોડલ વીમા કંપની તરીકે નક્કી થયેલ છે. ખરીફ - ૨૦૧૮ દરમિયાન પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો લાભ લેવા અરજી કરવા માટેની છેલ્લી તારીખ કપાસ પીયત, બીન પીયત, બાજરી, તલ પાક માટે ૧૫ જુલાઈ ૨૦૧૮ નક્કી કરવામાં આવેલ છે. જેથી છેલ્લી તારીખની રાહ જોયા વિના આજે જ ઓનલાઇન અરજી કરવી તેમજ નજીકની નાણાકીય સંસ્થા/બેંકનો સહકાર લેવા તથા વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ સંબધીત ગ્રામ સેવક / વિસ્તરણ અધિકારી(ખેતી) / તાલુકા અમલીકરણ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી / નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) નો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.

બોટાદ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્ત્િ।ઓ, ગાંધીનગરની સુચના અન્વયે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ બોટાદ જિલ્લામાં વિવિધ રમત ગમતનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં શાળાકીય અન્ડર ૧૯ ની રમતો જેવી કે, કબડી, ખો- ખો, વોલીબોલ તથા એથ્લેટીકસ રમતો પ્રથમ તાલુકા કક્ષાએ રમાશે જેમા તમામ શાળાઓએ પોતાના તાલુકામાં ભાગ લેવાનો રહેશે. તેમજ અં-૧૪ અને અં-૧૭ વિભાગની ફકત નવી રમતો અને ખેલ મહાકુંભની આશરે ૩૧ રમતો સિવાયની બાકીની તમામ રમતો સીધી જિલ્લા કક્ષાએ યોજાશે. જેની સ્થળ ઉપર એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહી જેની આચાર્યશ્રી તથા વ્યાયામ શિક્ષકશ્રીએ ખાસ નોધ લેવા જણાવવામાં આવે છે.

આ માટે તમામ રમતની એન્ટ્રી એક નકલમાં આયોજક સંસ્થાને અને એક નકલમાં જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બોટાદને તા- ૦૭/૦૭/૨૦૧૮ સુધીમાં ઓફિસ સમય દરમ્યાન મોકલી આપવાની રહેશે, ત્યાર બાદ એન્ટ્રી સ્વિકારવામાં આવશે નહીં. તથા આ માટે બોટાદ તાલુકા કન્વીનર જે.એલ.ખોલકિયા, સ્વામીનારાયણ ગુરુકુળ, લાઠીદડ મો. ૯૪૨૯૫ ૮૯૨૨૯, સંજયભાઈ પરમાર, આર. જે. એચ. હાઈસ્કુલ, ઢસા, મો. ૯૪૨૬૬ ૩૯૭૧૮, આર. ડી. ચુડાસમા, ઝબુબા હાઈસ્કુલ, બરવાળા, મો. ૯૪૨૯૦ ૧૧૪૪૩, ઘનશ્યામભાઈ મેર, કે. ડી. પરમાર, હાઈસ્કુલ, કિનારા, રાણપુર, મો. ૯૯૦૯૭ ૯૫૪૯૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

બોટાદ જિલ્લામાં યોજાનાર આ રમત – ગમત સ્પર્ધામાં બોટાદ જિલ્લાની તમામ શાળાઓના ખેલાડીઓ વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા બોટાદ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ દ્વારા વધુમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

(11:34 am IST)