Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

વેરાવળનાં કાજલી પાસે બંધારામાં ખોદકામ

પ્રભાસ પાટણઃ વેરાવળ તાલુકાનાં કાજલી અને મીઠાપૂર ગામની વચ્ચે હિરણનદી આવેલ છે અને આ નદીમાં પાણી ભરાય રહે તે માટે નાનાં પુલમાં મોટો બંધારો વર્ષોથી બાંધવામાં આવેલ છે જેથી આ નદીમાં પુર આવ્યા બાદ શીયાળા સુધી પાણી ભરાયેલ રહે જેથી આજુબાજુનાં વાડીઓના તળ ઉચા આવે અને દરીયાની ખારાસ આગળ જતાં અટકે તેમજ આજુ-બાજુના હજારો ખેડુતો આ નદીમાંથી પાણી સીંચાઇ માટે ઉપયોગ કરે અને શિયાળુ પાક પણ લેવાય જાય પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી ખનિજ માફીયાઓ દ્વારા આ પાણી રોકતા બંધની બાજુમાંથી ઉંડે સુધી ખોદી નાખેલ છે જેથી હવે આ પાણી આ નદીમાં ભરાય રહેવાને બદલે દરીયામાં વહી જશે. ખેડુતો મોટી મુશ્કેલીમાં વધરો થતા ચોમાસા સીવાયનાં પાકો લઇ શકવાના નથી. પાળાની નિચેથી તાત્કાલીક ખોદકામ બંધ થાય તે માટે કાજલી ગામનાં સરપંચ મેરગભાઇ અરજણભાઇ બારડે માંગણી કરેલ છે અને ખેડુતો દ્વારા આંદોલન કરવામાં ચીમકી અપાય છે.  પાણી રોકતા બંધારાની બાજુમાંથી મોટાપાયે ખોદકામ થયેલ છે તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:34 am IST)