Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

મોરબીમાં દારૂ પી કાર લઇને નિકળેલો પ્રશાંત પટેલ પકડાયોઃ કારમાંથી દારૂની બોટલ મળી

મોરબી તા.૩: મોરબીમાં નશો કરેલી હાલતમાં કાર લઇને નિકળેલ પ્રશાંત પટેલ પાસેથી એક બોટલ પણ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગોપાલ સોસાયટીમાં રહેતો પ્રશાંત રમેશભાઇ મેરજા ગઇકાલે નશો કરેલી હાલતમાં કાર લઇને નીકળતા અને પોલીસે તેની તલાશી લેતાં તેની કાર નં. જીજે ૩૬ એફ-૨૦૦૪ માંથી એક ઇંગ્લીશ દારૂની બોટલ પણ મળી આવતા પોલીસે તેની સામે દારૂ પીવાનો અને મુદ્દામાલના એમ બે ગુના દાખલ કરી કાર્યવાહી કરી હતી.

(11:28 am IST)