Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

કોટડાસાંગાણીના નવાગામ રામપરાના સશસ્ત્ર ધીંગાણામાં સાતની ધરપકડ

કોટડાસાંગાણી, તા.૩: કોટડાસાગાણીના નવાગામ રામપરામા ખેતીમા કામ કરવા અને પથ્થરો ફેંકવા જેવી નજીવી બાબતે શનિવારે થયેલ કૌટુંબિક પરીવાર વચ્ચે છરી તલવાર ધોકા પાઈપ સહિતના ઘાતક હથિયારો વડે અથડામણના સાત આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

આ ઘટનામા ભારતી બાબરીયાની છેડતી પણ આરોપી કાનજી ભલા બાબરીયાએ કરી હોવાની નરેશ બાબરીયાની ફરિયાદમા ઉલ્લેખ કરાયો હતો.  તો બીજી તરફ કાનજી ભલા બાબરીયા તથા તેમની પત્ની મંજુલા પર મહિલાઓ સહિત ૧૦ દસ શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનામા સામસામી હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ચાર મહિલાઓ સહીત કુલ ૧૧ વ્યકિતઓ સામે ગુનોદાખલ થયો હતો. જેમા ત્રણ મહીલા સહીત સાત આરોપી નરેશ ડાયા બાબરીયા વનરાજ દિલીપ બાબરીયા ભારતી દિલીપ બાબરીયા મધુ જીવરાજ બાબરીયા જયા નરેશ બાબરીયા રવી નરેશ બાબરીયા હર્ષદ જીવણ બાબરીયા ની ધરપકડ કરાઈ છે.આ મામલે પી એસ આઈ કે બી સાંખલા ઝીણવટભરી તપાસ આદરી છે.

(11:28 am IST)