Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ગોંડલમાં ઢોલ વગાડવા બાબતે મારામારી થતા સામસામી ફરીયાદઃ ૩ વાહનોમાં નુકશાન

ગોંડલ, તા.૩: ગોંડલના ઘોઘાવદર ચોક અને ગુંદાળા દરવાજા પાસે રહેતા અને ઢોલ વગાડવાનું કામ કરતા પરિવારો વચ્ચે ઢોલ વગાડવા બાબતે માથાકૂટ સર્જાતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો બનાવ અંગે બંને પરિવારો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગુંદાળા દરવાજા અને ઘોઘાવદર ચોકમાં રહેતા અને શહેરીજનોના શુભ પ્રસંગે ઢોલ વગાડવા નું કામ કરતા પરિવારો વચ્ચે ઢોલ વગાડવા બાબતે માથાકૂટ સર્જાતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો જેના પ્રથમ બનાવમાં ગુંદાળા દરવાજા પાસે રહેતા અજાલ ઉર્ફે ભરતભાઈ ચમનભાઈ સોલંકી દ્વારા ભગવત પરા બટુક ભાઈ જીવા ભાઈ વાદ્યેલા તેના બે પુત્રો ઉમંગ અને રૂ તેમજ ધર્મેશ વાદ્યેલા સામે માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે સાથે તેઓના ત્રણ મોટર સાયકલ નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાવાઈ છે. જયારે સામા પક્ષે કુલદીપ ઉર્ફે રુબાલ રમેશભાઇ વાદ્યેલા દ્વારા ગુંદાળા દરવાજા પાસે રહેતા ચમન રામજીભાઈ સોલંકી તેના બે પુત્રો ભરત તથા સંજય અને મનસુખ રામજીભાઈ સોલંકી વિરુદ્ઘ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૪૨૭, ૫૦૪ ૫૦૬( ૨ ) , જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ સીટી પોલીસે હાથ ધરી છે.

(11:28 am IST)