Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ભાવનગર પાસે કેમીકલ ભરેલુ ટેન્કર નાળા નીચે ખાબકયુઃ બે મહિલાની આંખમાં 'ઝાલક' ઉડી...

સદ્નશીબે કોઈ જાનહાની નથીઃ ગાયોને પણ શરીરે ઉડતા ભાંભરડા નાખવા લાગી'તી

નાળા નીચે ખાબકેલ ટેન્કર, ઘટના સ્થળે એકત્રિત લોકો દર્શાય છે (તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

ભાવનગર તા.૩:. અહીયાા ભડારીયા નજીક કેમીકલ ભરેલુ ટેન્કર નાળા નીચે ખાબકયું હતું. સદનસીબે કોઇ જાનહાની નથી થઇ પરંતુ બે મહિલાની આંખમાં કેમીકલની 'ઝાલક ઉડી' હતી.

વિગત મુજબ ભાવનગર-સોમનાથ હાઇવે ઉપર ભંડારીયા નજીક આવેલા નાળા નીચે કેમીકલ ભરેલ ટેન્કર કોઇ કારણોસર નીચે ખાબકી જતાં તેમાંથી કેમીકલની જાલક ઉડતાં નાસભાગ મચી જવા પામી હતી.

આ અકસ્માતમાં સદ્નસીબે કોઇ જાનહાની થઇ નથી, પરંતુ બે મહિલા સહિત નાળા નીચે બેઠેલ ગાયોના શરીર ઉપર કેમીકલના છાંટા ઉડતા થોડીવાર ભાગમભાગ થઇ પડી હતી.

વધુમાં જાણવા મળ્યાનુંસાર બે મહિલાઓને આંખમાં 'ઝાલક' ઉડતા બળતરા સાથે રાડારાડી થઇ ગઇ હતી... તો ગોૈમાતાઓના શરીર ઉપર પણ કેમીકલના છાંટા ઉડતા બળતરા થવાથી ભાંભરડા નાંખવા લાગી હતી.

(11:26 am IST)