Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

મોરબીની વીસી હાઇસ્કુલના ૧૪૩૫ વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ બુકનું વિતરણ

મોરબી : સ્ટેશન રોડ પર આવેલું મોરબીવાસીઓની આસ્થાના પ્રતિક સમાન ધક્કાવાળી મેલડી મંદિર ટ્રસ્ટ દ્વારા સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત વીસી હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ બૂકના વિતરણ કરવામાં આવ્યા હતા. ધક્કાવાળી મેલડી મંદિર ટ્રસ્ટ દ્વારા શહેરની વીસી ટેક હાઈસ્કૂલ ખાતે બૂક વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં વીસીહાઈસ્કૂલમાં ધોરણ ૮ થી ૧૨ સુધી અભ્યાસ કરતા તમામ ૧૪૩૫ વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થી દીઠ ૫-૫ ફૂલસ્કેપ બૂક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ટ્રસ્ટ દ્વારા શાળાને અહુજા માઈક સેટ અર્પણ કરવામાં આવ્યો હતો આ ભગીરથ કાર્યમાં જીલ્લા શિક્ષણાધિકારી બી.એન.દવે, શાળાના આચાર્ય બી. એન. વિડજા તેમજ ટ્રસ્ટના અધ્યક્ષ શેખ સાહેબ, ભાવેશ મહેતા, એલ.પી. યાદવ, વીનુંભાઈ ડાંગર, ધીરૂભા જાડેજા, ધનુભા જાડેજા, રમેશ પટેલ અને જાનીભાઈ સહિતના અગ્રણીઓ જોડાયા હતા આ પ્રસંગે ધક્કાવાળી મેલડી મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન આપે તેવી જાહેરાત કરવામાં આવી હતી કે ધોરણ ૮ થી ૧૨ માં ૧ થી ૩ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે અને વિધ્યાથીઓને અભ્યાસમાં મદદરૂપ બૂકનું વિતરણ કરવામાં આવ્યું હતું. (તસ્વીર - અહેવાલ : પ્રવિણ વ્યાસ, મોરબી)

(9:13 am IST)