Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

જામનગરની જી.ડી.શાહ હાઇસ્કુલમાં શાળા પ્રવેશોત્સવ

 જામનગર : બાળકો હોશે હોશે શાળાએ જાય અને સાથે સાથે વાલીઓમાં પણ ઉત્સાહનો સંચય થાય તે માટે રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ દ્વારા બાલકોને મીઠાઇઓ ખવડાવી, અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી, શૈક્ષણિક કિટ આપી શાળામાં પ્રવેશ અપાવવામાં આવે છે. જેને કારણે બાળકમાં શાળાએ જવાનો ડર દૂર થાય અને આ દૂર થયેલ ડરને કારણે તેમનામાં અભ્યાસની રૂચી કેળવાય. રાજયનો કોઇપણ બાળક અભ્યાસથી વંચીત ન રહે તેવા આશય સાથે શાળા પ્રવેશોત્સવનું આયોજન સમગ્ર રાજયમાં કરવામાં આવે છે, તેના ભાગરૂપે લાલવાડી તેમજ બાલકનાથ પ્રાથમિક શાળાનો સંયુકત પ્રવેશોત્સવ કૃષિ વિભાગના ઉપસચિવશ્રી જયશંકર ઓધવાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.  આ તકે ઉપસચિવશ્રી જયશંકર ઓધવાણીએ ઉપસ્થિત શાળાના બાળકોને અભ્યાસમાં રૂચી કેળવવાની સલાહ આપતા વાલીઓને જણાવ્યુ હતુ કે, તમારૂ બાળક અભ્યાસમાં આગળ વધે તે માટેના પ્રયાસો અને તેનામાં અભ્યાસની રૂચી કેળવાય તેવું વાતાવરણ પુરૂ પાડવુ જોઇએ કે જેથી તમારૂ બાળક ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી યોગ્ય વ્યવસાય કે નોકરી પ્રાપ્ત કરી સુખી જીવન તરફ આગળ વધી શકે. આ પ્રસંગે ધોરણ ૯ માં પ્રવેશ મેળવતી બાળાઓને સાઇકલો આપવામાં આવી હતી અને શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રવેશોત્સવમાં કાર્યપાલક ઇજનેરશ્રી મનીશાબેન, શાળાઓના આચાર્ય સર્વેશ્રી એસ.ડી. કચ્છડા, દયાબેન મુરાણી, દિનેશ રવાણી, દશરથસિંહ જાડેજા, મંજુબેન, રમેશ કબીરા તેમજ સી.આર.સી. પ્રજ્ઞાબેન લીમ્બડ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

 

(9:13 am IST)