Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા પ્રદુષણ મુક્ત બેગ ( થેલીઓ)નુ વિતરણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરશે

મોરબી : તારીખ 5  ના રોજ ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા પ્રદુષણ મુક્ત બેગ ( થેલીઓ) નુ વિતરણ કરી વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી કરવામાં આવશે.

1973 થી શરૂઆત કરવામાં આવ્યા બાદ આજદિન સુધી તા 5 જૂને વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી કરવામાં આવે છે.જે હાનિકારક તત્વો વાયુ, જળ, જમીન, નદીઓ, સમુદ્ર સહીત સૃષ્ટિના તમામ ઘટકોને દૂષિત કરવા સાથે પર્યાવરણનું સંતુલન બગડે છે. તેવા દૂષિત તત્વો સામેની લડાઈ લડવા અને પ્રદુષણ મુક્ત થવાના હેતુથી આ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવેછે.
 પર્યાવરણને દુષિત કરવામા પ્લાસ્ટિક ઉત્પાદનો ખુબ મોટો રોલ ભજવે છે. જેને સમયસર રોકવામાં નહી આવેતો તે વિશ્વ પર્યાવરણ માટે ખતરાની ઘંટી સમાન સાબિત થવાનું વિશ્વનાં વૈજ્ઞાનિકો જણાવવા સાથે ભારત સહિત વિશ્વ ચિંતિત છે. અને આજે જયારે માણસજાત માટે સવારના ટૂથ બ્રશ થી માંડી રાત્રે સુવાના માટે મચ્છરદાની ના ઉપયોગથી માનવજીવન પ્લાસ્ટિકમાં કેદ થયુ છે
ત્યારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ, મોરબી દ્વારા 5 જૂને પ્રદુષણ મુક્ત બેગ વિતરણ કરી લોકોને પ્લાસ્ટિકના ઉપયોગથી દુર રહી પર્યાવરણ બચાવવા અપીલ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પ્રમુખ પ્રીતિબેન દેસાઇ ની યાદમાં જણાવાયું છે

(11:30 pm IST)