Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

જેતપુર શહેર-તાલુકા યુવા ભાજપ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

જેતપુરઃ દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સુશાસનના ૭ વર્ષની પુર્ણ થતી સફળતાની ઉજવણીના ભાગરૂપે શહેરમાં રાજકોટ જીલ્લા યુવા મોરચા શહેર-તાલુકા યુવા ભાજપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન સવજીભાઇ હોસ્પીટલ ખાતે કરવામાં આવેલ કેમ્પમાં જેતપુર મેડીકલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલીત બ્લડ બેંકની ટીમે સેવા બજાવેલ આ પ્રસંગે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા પ્રભારી મહેન્દ્રભાઇ સરવૈયા જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા પુર્વ મંત્રી જસુમતીબેન કોરાટ, કિશોરભાઇ શાહ, દિનકરભાઇ ગુંદારીયા, રાજુભાઇ ઉસદળીયા, સુરેશભાઇ અમરેલીયા, જયંતીભાઇ રામોલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ કેતન ઓઝા-જેતપુર)

(1:20 pm IST)