Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ભાયાવદરના મોટીપાનેલી ગામે જુગાર રમતા ૬ શખ્સો પકડાયા

રાજકોટ તા. ૩ : ભાયાવદરના મોટીપાનેલી ગામે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા.

મોટીપાનેલી ગામે સાતવડી રોડ ઉપર તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ભાયાવદરના પો.કો.ધર્મેશભાઇ બાવળીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા પરસોતમ ધરમશીભાઇ સોલંકી, લક્ષ્મણ ભીમાભાઇ હુણ, અશોક અમરશીભાઇ ચાવડા, દિલીપ કેશવજીભાઇ કલોલા, મગન નરસિંહ ગજેરા તથા રમેશ મગનભાઇ ભાલોડીયા રે. તમામ મોટીપોલીને રોકડા રૂ. ૧રર૯૦ અને ગંજીપત્તા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:10 pm IST)