Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

કોરોનામાં મૃત્‍યુ પામનાર સ્‍વજનનું ચક્ષુદાન કરી શકાય કે નહીં ? ભુજની અદાણી જી.કે. હોસ્‍પિટલના આઇ સર્જન શું કહે છે ?

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩ : ચક્ષુદાનનું મહત્‍વ વધી રહ્યું હતું. ત્‍યાં જ કોરોનાએ આંશિક બ્રેક મારી છે. તા આજે પણ મૃત્‍યુ પછી ઘણા ચક્ષુદાન માટે તત્‍પર છે. તેઓની મૂંઝવણ મહામારી છે. કોરોનાકાળમાં ઘણા વડીલો પોઝિટિવ થયા હતા. તેઓ મૂંઝવણમાં છે કે, મૃત્‍યુ પછી ચક્ષુદાન કરી શકાય કે કેમ? આ દિવ્‍યદ્રષ્ટિ દાનમાં સંસ્‍થાઓ પણ સંકળાયેલી હોય છે. ત્‍યારે તેઓ તજજ્ઞો પાસે માર્ગદર્શન મેળવવા આતુર હોવાથી અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્‍પિટલના આંખ વિભાગના તબીબોએ ગાઈડલાઇન આપી છે.

અદાણી મેડિકલ કોલેજના પ્રોફેસર અને જી.કે.ના આંખ વિભાગના વડા ડો. કવિતા શાહે કહ્યું કે, કોવિડ-૧૯ પેંડેમીકમાં આંખ અને કોરોના સંદર્ભ વખતોવખત ‘આઈ બેન્‍ક એસોશિયેશન ઓફ ઇન્‍ડિયા' દ્વારા ચક્ષુદાન માટે અપાયેલી સલાહ મુજબ જે વ્‍યક્‍તિ કોરોનાગ્રસ્‍ત (પોઝિટિવ) હોય અને મૃત્‍યુ થાય તો ચક્ષુદાન લેવાય નહીં.

બીજી પણ એવી એક માર્ગદર્શિકા છે કે, કોઇ વ્‍યક્‍તિનું મૃત્‍યુ થાય ત્‍યારે તે તેને કોરોના ન હોય (નેગિટિવ હોય પણ એક મહિના પહેલા કોરોના હતો તો પણ ચક્ષુદાન સ્‍વીકારી શકાય નહીં. એવું તેમણે જણાવ્‍યું હતું.

જો આ મહામારી કોઈને પણ સ્‍પર્શી ન હોય તો કોઇપણ વ્‍યક્‍તિ ચક્ષુદાન કરી શકે છે. કોરોના જ એવો છે જેમાં પોઝિટિવ અંગે સંભાળ રાખવાની હોય છે. પછી તે સામાન્‍ય રોગ જેમ કે, ડાયાબિટીસ, હાઇપર ટેન્‍શન, અસ્‍થમા, ક્ષય તથા મોતિયાના ઓપરેશન વિગેરેથી પીડિત વ્‍યક્‍તિ મૃત્‍યુ પછી દાન કરી શકે છે. આ અંગે વધુ સંપર્ક સાધવા જી.કે. જનરલ હોસ્‍પિટલના ચક્ષુ વિભાગના ન. - ૯૭૨૬૪ ૩૦૭૮૩ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

(10:31 am IST)