Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

રાપરની સીમમાંથી ૧૧ ચોરાઉ સ્કુટર-બાઇક સાથે ત્રણને ઝડપી લેતી પોલીસ

કચ્છનાં રાપર ગામની સીમમાં છૂપાવેલા ૧૧ જેટલા ચોરાઉ બાઇક-સ્કુટર સાથે ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઇ કુલ ૧.૭૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. તે વખતની તસ્વીર આ અંગે પોલીસે જાહેર કર્યા મુજબ પોલીસ મહાનિરિક્ષક સરહદી રેન્જ ભુજનાં ડી.બી.વાઘેલા તથા પોલીસ અધિક્ષક પરીક્ષીતા રાઠોડે પુર્વ કચ્છ ગાંધીધામ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાને વાહન ચોરીના ગુનાઓ ડીટેકટ કરવા અને બીજા વધારે ગુના બનતા અટકાવવાની અપાયેલ સુચના અને માર્ગદર્શન હેઠળ તાજેતરમાં રાપર પો.સ્ટે.ના પો.ઇન્સ. જે.એચ.ગઢવી તથા  પ્રો.પો.સ.ઇ. એન.વી.રહેવર તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ. ઇન્સ. એન.વી.રહેવરને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે ઉમૈયા કાનપર ગામે વચ્ચે નદીની પાપડીની દક્ષિણે આવેલ  સીમમાંથી બાવળોની ઝાડીમાં છુપાવેલ ચોરીના નંગ ૧૧ મોટર સાઇકલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડેલ છે.  આ પકડાયેલ મોટર સાયકલો પૈકી પાંચ મોટર સાઇકલ રાપર પો.સ્ટે.ના વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાની તેમજ ચાર મોટર સાયકલ ગાંધીધામ શહેરમાંથી ચોરી કરેલ હોવાની તેમજ બે મો.સા. ભુજ શહેરમાંથી ચોરી કરેલ હોવાની પકડાયેલ આરોપીઓએ કબુલાત આપેલ છે. પકડાયેલ આરોપીઓમાં (૧) નરેશ પરબત મકવાણા (રજપુત) (ઉ.વ.ર૬) રહે. ભીમાસર તા.રાપર (ર) નવીન રતન સોલંકી (રજપુત) (ઉ.વ.ર૮) રહે. ભીમાસર તા. રાપર (૩) રમઝુ ગાભુ ઘાંચી (ઉ.વ.ર૧) રહે. વિજપાસર તા.ભચાઉ વગેરેનો સમાવેશ થાય છે. (તસ્વીરઃ અહેવાલઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)

(4:15 pm IST)