Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

જેતપુરના બોરડી સમઢીયાળા ગામે જુગારના હાટડા પર એલસીબી ત્રાટકીઃ પ પકડાયા

તસ્‍વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્‍સો નજરે પડે છે. (તસ્‍વીરઃ કેતન ઓઝા-જેતપુર)

જેતપુર તા. ૩ : રૂરલ એસપી બલરામ મીણાની સુચનાથી  એલ.સી.બી. પી.આઇ. એમ.એન. રાણા એચ.એ.જાડેજાએ સ્‍ટાફના અનીલભાઇ ગુજરાતી મનોજભાઇ બાયલ, મળેલ, દિવ્‍યેશભાઇ સુવાને સાથે રાખી પેટ્રોલીંગમા નીકળેલ તે દરમ્‍યાન બાતમી મળેલ કે બોરડી સમઢીયામાં ગામે અરવિંદ ટીડાભાઇ બુટાણી, તેની વાડીમાં જુગારનો અખાડો ચલાવતો હોય એલ.સી.બી.પોલીસે રેડ દરમ્‍યાન તીનપતીનો જુગાર રમતા પરસોતમ લાખાભાઇ ઠુંમર, હેમત ચનાભાઇ બુટાણી, સુભાષ બાબુભાઇ બુટાણી, પ્રવિણ બાબુભાઇ હીરપરા, (રહે. તમામ બોરડી સમઢીયાળા)ને રોકડા રૂા.૧ર૪૦૦ મોબાઇલ -પ મો.આ.૩ મળી કુલ રૂપિયા પ૪,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને સોંપી દેતા પોલીસે તમામ વિરૂદ્ધ ગુન્‍હો નોંધેલ છે

(1:29 pm IST)