Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

ધોરાજીમાં સામાજિક સમરસતા દેખાઇઃ દલિત સમાજના વરઘોડાનું ભવ્ય સ્વાગત

વિવિધ સમાજ તથા રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતીઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ધોરાજી દલિત સમાજ ના લગ્નોત્સવ આ પ્રસંગે યોજાયેલ વરઘોડામાં ગેલેકસી ચોક થી ભુખી ચોકડી સુધી બે કિલોમીટર લાંબા રૂટમાં કોઈ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જેતપુર ડિવિઝનના ડીવાયએસપી ભરવાડ ધોરાજી પોલીસ ઇન્સ્પેકટર વી.એચ જોશી પીએસઆઇ મીઠાપરા તેમજ ૬૦થી વધારે પોલીસ જવાનોનો કાફલો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.(તસ્વીર.કીશોરભાઇ રાઠોડ .ધોરાજી)(૨૩.૮)

ધોરાજી, તા.૩: ધોરાજી ખાતે આજ રોજ યોજાયેલ દલિત સમાજના સમૂહ લગ્નોત્સવ પ્રસંગે નીકળેલા વરઘોડાને ધોરાજીના વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓએ સ્વાગત અને અભિવાદન કરી સામાજિક સમરસતાનો ઉત્કૃષ્ટ દાખલો બેસાડયો હતો.

ધોરાજી ખાતે સમસ્ત મેદ્યવાર સમાજના સહયોગથી અને રાષ્ટ્રીય દલિત મહા સંદ્ય તેમજ ડોકટર બાબા સાહેબ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ધોરાજીના વિજયનગર ખાતે દલિત સમાજના સમૂહ લગ્નોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સામાજિક સમરસતા નું વાતાવરણ ઉભું થાય તે અર્થે સમૂહ લગ્નના આયોજકો પૈકી યોગેશભાઈ ભાષા દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં ધોરાજી ખાતે જાન લઈને આવેલા ૧૧ વરરાજાઓનુ ઘોડા પર બેસાડી વરઘોડો કાઢવાનું આયોજન કરાયું હતું .

આજરોજ સવારે ૭ કલાકે વિવિધ ગામો અને શહેરમાંથી આવેલી જાન ધોરાજીના ડોકટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે પહોંચી હતી જયાં તમામ ૧૧ વરરાજાઓને દ્યોડા પર બેસાડવામાં આવ્યા હતા અને તેમના હાથમાં ડોકટર બાબા સાહેબ ની છબી આપવામાં આવી હતી આ તકે સમૂહ લગ્નના આયોજકો દલિત સમાજના અગ્રણીઓ તેમજ હિન્દુ સમાજ સાથોસાથ મુસ્લિમ સમાજ અને વિવિધ જ્ઞાતિઓના આગેવાનો એ હાજર રહી ધોરાજી શહેરમાં આવેલી ૧૧ જાનનું સ્વાગત તેમજ વરરાજાનુ અભિવાદન કર્યું હતું.

આ તકે દલિત મહા સંદ્ય ના પ્રદેશ મહામંત્રી દેવદાન ભાઈ મુછડીયા તે જણાવે છે કે આઝાદીના ૭૦ વર્ષ પછી પણ દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે મનુ વાદીઓ ઉત્તર ગુજરાતમાં દલિત સમાજ ના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવાની પણ ના પાડી તી આવા સંજોગોમાં ધોરાજી દલિત સમાજ દ્વારા આજે એક સાથે ૧૧ સમૂહ લગ્નમાં ૧૧ વરરાજાનો દ્યોડી સાથે વરદ્યોડો કાઢતા ધોરાજીના તમામ સમાજના લોકોએ હાર પહેરાવી અને તમામ વરરાજાના બોમ મીઠા કરાવી જે સામાજિક સંસ્થાઓ ઊભી કરી છે તે સમગ્ર ગુજરાતને રાહ ચિંધનારી ઘટના છે આ તકે ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ડી એલ ભાષા ધોરાજી શહેર ભાજપના વી. ડી. પટેલ પૂર્વ નગરપતિ ધોરાજી યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયાણી શહેર ભાજપના પ્રમુખ હરસુખભાઇ ટોપિયા, લુહાર સમાજના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ભાજપના મહામંત્રી ડી. જી. બાલધા પૂર્વ નગરપતિ બટુકભાઈ કંડોલીયા વિજયભાઈ બાબરીયા મુસ્લિમ સમાજના અગ્રણી અને નગરપાલિકાના ઉપપ્રમુખ મકબુલ ભાઈ ગરાણા, રફીક બાપુ સૈયદ કેરમ વાલા વિવેકાનંદ પરિવારના મુકેશભાઈ શિંગાળા વિગેરે અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા.

(1:10 pm IST)