Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

માંગરોળના શીલમાં દારૂ અને ઝેરી દવા પીવડાવી મુંબઇના યુવાનની હત્‍યા

મૃતકની પત્‍ની સાથે હત્‍યારાને અનૈતિક સંબંધ

જુનાગઢ તા. ૬: માંગરોળના શીલમાં દારૂ અને ઝેરી દવા પીવડાવી એક શખ્‍સે મુંબઇના યુવાનની હત્‍યા કર્યાની ફરીયાદ મૃતક યુવકની માતાએ કરતા હલચલ મચી ગઇ છ.ે

આ અંગેની વિગતો એવી છે કે મુંબઇના ભાંડુપ ખાતેની ફેકટરી કોલોનીમાં રહેતા અજય ભીખાલાલ ભરડા નામના કોળી યુવાનની પત્‍ની સેજલ સાથે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ખાતે રહેતો ભુપેન્‍દ્ર ત્રિકમભાઇ ભરડા નામના શખ્‍સને અનૈતિક સંબંધ હતો.

આથી ભુપેન્‍દ્ર અજયભાઇના ઘરે મુંબઇ પણ પહોંચ્‍યો હતો સાથે અજયે ભુપેન્‍દ્રને ઘરે નહિ આવવા જણાવેલ.

પરંતુ ગત તા.ર૪ મેના રોજ ભુપેન્‍દ્ર સેજલને મુંબઇથી ભગાડી  પોતાના શીલ ખાતેના ઘરે લાવ્‍યો હતો આથી અજય ભરડા પણ શીલ ખાતે પહોંચ્‍યો હતો.

આ દરમ્‍યાન તા.૧ ની રાત્રીના નવેક વાગ્‍યે ભુપેન્‍દ્ર અને અજયને ઉગ્ર બોલાચાલી થતા ભુપેન્‍દ્રએ અજયને દારૂ તેમજ ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી બાદમાં લાશને શીલની ખાડીમાં ફેંકી દીધી હતી.

આ અંગે રવિવારે બપોરે મરનાર યુવાનની માતા રાણીબેન ભીખાલાલ ભરડા ઉ.૬૬) એ ફરીયાદ નોંધાવતા શીલ પોલીસે હત્‍યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

મરનાર યુવક અને હત્‍યારો ભુપેન્‍દ્રસિંહ ભરડા કુટુંબી સગા થતા હોવાનું જાણવા મળેલ છે.તપાસનીસ પીએસ.આઇ. પી.એસ.ઝાલાએ એક શખ્‍સની અટક કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

(12:34 pm IST)