Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

આજે સોમવતી અમાસ-શની જયંતીનો શુભ સંગમઃ સૌરાષ્ટ્રમાં ભવ્ય ઉજવણી

સોમનાથ શની મંદિરે મહાપૂજા-મહાઆરતી-મહાપ્રસાદનો લાભ લેતાં ભાવીકોઃ ધોરાજીમાં પણ ભવ્ય ઉજવણી

રાજકોટ તા. ૩ :.. આજે સોમવતી અમાસને શનિશ્વર જયંતિનાં બેવડુ ધાર્મિક મહાત્મય વાળો શુભ દિવસ છે. ત્યારે ન્યાયનાં દેવતાની જન્મ જયંતિની સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર ભકિત-ભાવપૂર્વક ભવ્યાતી ભવ્ય ઉજવણીઓ થઇ હતી. આ શુભપ્રસંગે સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળે આવેલા શનિ મંદિરોમાં શણગાર-મહાપૂજા-મહાઆરતી અને મહાપ્રસાદનાં આયોજનો થયા હતાં. જેનાં અહેવાલોનું સંકલન આ મુજબ છે.

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ :  સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સાનિધ્યમાં વેરાવળ - ઉના હાઇવે ઉપર સોમનાથ ગુરૂકુળ અને શંખચક્ર સર્કલ પાસે આવેલ શનિદેવ મંદિરે તા. ૩-૬  સોમવતી અમાસ અને શનિ જયંતિ નિમીતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજાયા છે.

મંદિર મહંત તપસીબાપુના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રભૂમિ શનીની જન્મભૂમિ છે તે દિવસે મોટી સંખ્યામાં આ મંદિરે ભાવિકો પ્રતિવર્ષ ઉમટે છે.

સવારે પાંચ વાગ્યે મંદિર ખુલી જશે અને પ-૧પ ધજારોહણ શનિદેવ પૂજા - આરતી - ઉપાસના અને બપોરે ૧ર-૩૦ વાગ્યે બટૂક ભોજન તેમજ સર્વભકતોને પ્રસાદી, સાંજે ૭.૩૦ આરતી તેમજ રાત્રે ૮ વાગ્યે હવન પૂજન આ વિધી વિધાનમાં મંદિર સુશોભિત મંડપ તેમજ પ્રસાદી માટે ગાંઠીયા - બુંદીની આજથી જ તૈયારીઓ પુર્ણ કરી લેવાઇ છે.

(11:31 am IST)