Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ગોંડલના મોટી ખીલોરી ગામ પાસે ટાટા ૭૦૯ એ બાઇકને ઉલાળતા જગદીશભાઇ ખુંટનું મોત

ગોંડલ યાર્ડમાં હિસાબ લેવા જતા'તાને અકસ્‍માત નડયો : બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પટેલ પરિવારમાં અરેરાટીS

રાજકોટ તા. ૨ : ગોંડલના મોટી ખીલોરી ગામ પાસે ટાટા ૭૦૯એ બાઇકને ઉલાળતા બાઇક ચાલક મોટી ખીલોરી ગામનાં પટેલ યુવાનનું મોત નિપજ્‍યું હતું.

પ્રાપ્‍ત વિગતો મુજબ ગોંડલના મોટી ખીલોરી ગામે રહેતા અને ખેતીકામ કરતા જગદીશભાઇ પ્રેમજીભાઇ ખુંટ (ઉં.વ.૩૮) ગઇકાલે સવારે મગફળી વેચી હોય ગોંડલ યાર્ડમાં હિસાબ લેવા પોતાના બાઇક નં. જીજે૦૩ઇએસ-૨૯૩૫માં જતા હતા. મોટી ખીલોરી ગામની પ્રાથમિક શાળા સામે રોડ ઉપર દેરડી તરફથી આવતા ટાટા ૭૦૯ નં. જીજે૦૪એકસ-૫૪૪૦ના ચાલકે હડફેટે લેતા જગદીશભાઇને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્‍યું હતું.

અકસ્‍માતમાં મૃત્‍યુ પામનાર જગદીશભાઇ બે ભાઇઓમાં નાના હતા અને ત્રણ બહેનો છે. સંતાનમાં પુત્રી હિમાલી અને પુત્ર કેવલ છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતા પટેલ પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

બનાવ અંગે મૃતકના ભાઇ શામજીભાઇ ખુંટએ ટાટા ૭૦૯ના ચાલક સામે ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:47 pm IST)