Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

વેરાવળ પ્રાંચી રોડ ઉપર મોટરકારે ઓટોરીક્ષાને હડફેટે લેતા યુવતીનુ મૃત્‍યુ

લગ્નની કંકોત્રી દઈને આવતા પરીવારનો અકસ્‍માત થતા ભારે અરેરાટી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૩: પ્રાંચી રોડ ઉપર અમરાપુર ફાટક પાસે નગરપાલિકાના મહીલા નગરસેવકના પરીવારને ત્‍યાં લગ્ન હોય પ્રાંચી કંકોત્રી આપીને રીક્ષામાં પરત આવતા હતા ત્‍યારે મોટરકાર હડફેટે લેતા ચારને ગંભીર ઈજાઓ થયેલ હતી એક યુવતીની મૃત્‍યુ થયેલ હતું જેથી ખારવા સમાજમાં ભારે અરેરાટી ફેલાય છે.

વેરાવળ નગરપાલિકા વોર્ડ નં.૧૦ના મહીલા નગરસેવક કમળાબેન ફોફંડીના પરીવારમાં લગ્ન હોય તેથી રીક્ષામાં પ્રાંચી ગયેલ હતા ત્‍યાં કંકોત્રી દઈ માધવરાય મંદિર દર્શન કરી પરત ફરતા હતા ત્‍યારે અમરાપુર ફાટક પાસે મોટરકાર પુરપાટ ઝડપે જતી હતી તેને હડફેટે લેતા તેમા બેસેલા કમળાબેન ફોફંડી,શ્રઘ્‍ધા ફોફંડી,પાની ફોફંડી,મનીષ ફોફંડી,કીષ્‍ના ફોફંડી,રોશની ફોફંડીને ગંભીર ઈજાઓ થયેલ હતી.  બનાવના સ્‍થળે તાત્‍કાલીક ૧૦૮ સહીતના વાહનો પહોચેલ હતા ત્‍યાંથી વેરાવળ ઈજા ગ્રસ્‍તોને લાવેલ હતા અકસ્‍માતના સ્‍થળે ગંભીર ઈજા પામેલા મહીલા નગરસેવીકાના પુત્રી રોશનીબેન ફોફંડી નું મૃત્‍યુ થયેલ હતું આ પરીવારમાં લગ્ન હતા તેની કંકોત્રી દેવા ગયેલ હતા. અકસ્‍માતમાં પરીવારમાં જે ભાઈના લગ્ન હતા તેમની પરીવારની બહેનનું મૃત્‍યુ થતા ખારવા સમાજમાં અરેરાટી ફેલાયેલ છે.

(1:45 pm IST)