Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

અમરેલીમાં ડીવાયએસપીની અધ્‍યક્ષતામાં શાંતિ સમિતીની બેઠક

અમરેલીઃ રમજાન ઈદ અને પરશુરામ જયંતી આવી રહી હોય ત્‍યારે અમરેલીમાં શાંતિ જળવાય રહે તે હેતુ થી અમરેલી સિટીપોલીસ સ્‍ટેશન ખાતે ડી વાય એસ પી સાહેબની અધક્ષતામાં શાંતી સમિતિ ની બેઠક યોજાઇ જેમાં સિટી પીઆઇ ઇન્‍ચાર્જ મોરી સાહેબ ની હાજરી અને હિન્‍દૂ મુસ્‍લિમ આગેવાની તમામ સમાજના આગેવાનો ᅠહાજર રહ્યા અને આવનારા તહેવારોમાં અમરેલીમાં હિન્‍દુ મુસ્‍લિમ હર હમેશ સાથે મળીને તહેવારો ઉજવતા આવ્‍યા છે અને ઉજવતા રહે અને કોમી એકતા જળવાઈ રહે તેવું ભંડારી સાહેબે જણાવ્‍યું હતું આ પ્રસંગે સમાજ ના આગેવાનો દ્વારા ભંડારીને સાલ ઓઢાડી ને સન્નમાન કરવામાં આવ્‍યું ત્‍યારે સન્નમાન માં આવેલ ગિફટ ભંડારી સાહેબ દ્વારા ગરીબ બાળકો અને વિકલાંગ બાળકોની સેવા કરતા એનજીઓના પ્રમુખ રિયાજભાઈ ને અર્પણ કરેલ ત્‍યારે અમરેલી ના હિન્‍દૂ -મુસ્‍લિમ સમાજના આગેવાનો એ પણ જણાવ્‍યુ હતુ કે અમે પણ અમરેલી જિલ્લા પોલીસને ᅠસાથ આપશું અને અમે પણ ભાઈ ચાર સાથે ᅠરહીશું આ સમિતિને આ કાર્યક્રમ માં મુસ્‍લિમ સમાજના નાનભાઈ બીલખિયા,રજાકભાઈ નુરી પરેશભાઇ આચાર્ય ભાજપા શહેર પ્રમુખ ભાવેશ સોઢા, અજિજગોરી, સાજીદખાન એડવોકેટ વગેરે હિંદુ મુસ્‍લિમ આગેવાનો હાજર રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ અમરેલી)

(1:42 pm IST)