Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ખંભાળીયા પંથકની પરીણીતાને ભરણ પોષણ ચુકવવા કોર્ટનો હુકમ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૩ : ખંભાળીયા તાલુકાના જુણેજાના લગ્ન જામનગરના રહીશ મૂસ્‍તાક આમદ જુણેજા  સાથે થયેલા હતા. લગ્ન જીવન દરમ્‍યાન શારિરીક માનસિક દુઃખ ત્રાસ આપી સગીર સંતાનો જુટવી લઇ પહેરેલ કપડે અરજદાર ને કાઢી મુકતા અરજદારે તેમના પતિ મુસ્‍તાક આમદ જુણેજા પાસેથી ભરણપોષણ મેળવવા ખંભાળીયાના ફેમીલી જજ શ્રી ની કોર્ટમાં ભરણપોષણની અરજી દાખલ કરતા કોર્ટ અરજદારની અરજી માન્‍ય રાખી  પતિ મુસ્‍તાક આમદ જુણેજાને તેમની પત્‍ની સનોફરબાનૂ મુસ્‍તાક જુણેજાને દર માસે રૂપિયા ૩૫૦૦ નિયમીત ચૂકવવા તથા અરજી ખર્ચના રૂપિયા ૧૦૦૦ ચૂકવવાનો હુકમ કરેલ છે

સદરહુ કામમાં અરજદાર તરફે વકીલ મોહમદ હનિફ. કે. સોઢા તથા વકીલ ફાલ્‍ગુનીબેન બારોટ તથા મદદમાં ઓફીસ આસિસ્‍ટન્‍ટ હિતેષભાઇ એન રાયચુરા રોકાયેલ હતા.

(4:48 pm IST)