Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

વઢવાણના ભરવાડ પરિવારની બોલેરો ફલ્લા પાસે પલ્‍ટી જતા એકનું મોત : ર ગંભીર : પ ને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૩ : સુરેન્‍દ્રનગર થી દ્વારકા બોલેરો પીકપ લઈને દર્શન કરીને પરત ફરી રહેલા સુરેન્‍દ્રનગર જીલ્લાના વઢવાણ ના ભરવાડ  સમાજ નાં નવ થી દશ યુવાનો ને જામનગર જીલ્લા ના ફલ્લા પાસે બોલેરો પીકપ પલટી મારી જતાં અકસ્‍માત  જેમાં  એક વ્‍યક્‍તિ વધુ ગંભીર હોવાથી સારવાર દરમિયાન  જોરાવરનગર ના ભરવાડ તુષારભાઈ જીલ્લા ભાઈ નું મળત્‍યું થયું છે...જયારે વધુ ૨ યુવાન ગભીર હાલતમાં અને ૫થી યુવાનો ને નાનીમોટી ગંભીર ઇજાઓ થઇ છે.
સુરેન્‍દ્રનગર શહેરના તેમજ વઢવાણના ભરવાડ સમાજના યુવાનો પીકઅપ ફોન લઈ અને અખાત્રીજના દર્શન માટે દ્વારકા ગયા હતા ત્‍યાંથી પરત ફરતા સમયે એકાએક બોલેરો પીકપ સ્‍ટેરીંગ ઉપર કાબુ ગુમાવવાના કારણે બોલેરો પીકપ પલટી મારી ગઇ હતી હા અકસ્‍માતની ઘટના જામનગર જિલ્લાના ફલા ગામ પાસે બની છે જેમાં ૧૦ જેટલા વ્‍યક્‍તિઓ મુસાફરી કરી રહ્યા હતા ત્‍યારે જાણવા મળી રહેલ વિગતો અનુસાર આ ભરવાડના તેના હોવાનું જાણવા મળી રહ્યું છે અને જેમાં નવ વ્‍યકિતઓને ઇજા પહોંચી છે અને એક વ્‍યક્‍તિનું ઘટના સ્‍થળ ઉપર ગંભીર ઇજાના કારણે મોત નિપજ્‍યું છે અને જેમાં બે યુવાનની હાલત અતિ ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જેમાં જોરાવર નગર ના ભરવાડ યુવાન તુષારભાઈ જિલ્લાભાઈનું ઘટનાસ્‍થળ પર મોત નિપજ્‍યું છે ત્‍યારે હાલમાં સુરેન્‍દ્રનગર જોરાવરનગર અને વઢવાણ ભરવાડ સમાજમાં અરેરાટી ભર્યો માહોલ સર્જાયો છે તાત્‍કાલિક અસરે ભરવાડ સમાજના આગેવાનો જામનગર તાલુકાના ફલા ગામ અકસ્‍માતના ઘટના સ્‍થળ પર પહોંચવા માટે રવાના થઇ ગયા છે અન્‍ય લોકોને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્‍યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

(4:45 pm IST)