Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

મનુષ્‍ય સફળતા પ્રાપ્‍ત કરવા અપેક્ષા આંખમાં મહત્‍વકાંક્ષા માપમાં રાખેઃ શાસ્‍ત્રી જનકભાઇ મહેતા

ડોડીયાળામાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ

ભાવનગર, તા.૩: પ્રેમમાં આવેલી વેદના એ ઉચ્‍ચ પ્રેમની ભાવના પ્રેમમાં જે પીડા મળે એ પર બ્રહ્મની નજીક લાવે છે.આ અમૃતવાણી ડોડીયાળા (જસદણ) ગામે ચાલતી શ્રીમદ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞમાં વ્‍યાસાસને બીરાજેલ પૂ.શાસ્‍ત્રી જનકભાઇ એમ.મહેતાએ કહ્યું કે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉંચકી શકાય પરંતુ મોબાઇલની ટચલી આંગળીએ જીંદગી ન જીવાય, સ્‍વાર્થને નિઃસ્‍વાર્થમાં બદલવા માટે પરમાર્થની જરૂર પડે છે. જેના જીવનમાં મૂલ્‍યોના આધાર લઇને ગુણોએ વાસ કર્યો છે, તેવા માનવીનું જીવન જગત માટે દ્રષ્‍ટાંતરૂપ બને. નિષ્‍ફળતા સફળતાનું પ્રથમ પગથિયુ છે. શબ્‍દ સંસારીઓની સ્‍તુતિ કરવાને બદલે તેમના સર્જનહારની સ્‍તુતિ કરે ત્‍યારે શબ્‍દ મંત્ર બને છે.કૃષ્‍ણાવતાર એ કૃપાવતાર અને પૂર્ણાવતાર કેમ, ગુરૂજનો પ્રત્‍યે નમ્રતા યુવા વસ્‍થાની ધન્‍યતા, ઇષ્‍ટ ઉપાસના જ્ઞાન, કર્મ, વી, વિષયે વિસ્‍તૃત છણાવટ કરેલ હતી.તેઓની આગામી કૃષ્‍ણ ગાથા તા.૨ થી ૮ મે ખોડીયાર આદેશ આશ્રમ અમરાપુર (વીંછીયા) તા.૧૦ થી ૧૬ મે ગોંડલ અને દેવી ભાગવત કથા તા.૨૧ થી ૨૭ મે કાશી (વારાણસી) ખાતે યોજાનાર છે

 

(11:40 am IST)