Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

રાજૂલામાં ખાનગી કંપની સામેના આંદોલન ૮માં દિવસે પ્રવેશ્યુઃ ડો.કનુભાઇ કળસરીયા, જેનીબેન ઠુમ્મરે મૂલાકાત લેતા વેગવંતુ

રાજૂલાઃ અહીયા જીએચસીએલ કંપની સામે શરતભંગ કેટલાક અધિકારીઓના સગા સબંધીઓને કેટલીક જગ્યા ઉપર નોકરીએ રાખવા અને શરતભંગ હોવાથી લીઝની મુદત રીન્યુ થઇ ન હોવા છતા પણ ગેરકાયદે રીતે મીઠાનું ઉત્પાદન થવા જેવી વિવિધ બાબતોએ પંથકવાસીઓમાં ભારોભાર રોષ પ્રસર્યો છે... આ અંગે સબંધિત વિભાગમાં અનેક વખત લેખીત-મૌખિક રજૂઆતો બાદ પણ યોગ્ય નિવેડો નહિ આવતા અંતે ન્યાય મેળવવાની આશા સાથે પ્રારંભ થયેલા આંદોલનને ૮મો દિવસ છે.

દરમિયાન જાગૃતિ નાગરિકોનું તો એવું પણ કહેવું છે કે, લોકોને રોજગારી મળે અથવા કંપની જમીન ખાલસા કરવામાં આવે કંપનીઓ આવતા રોજગારી વધવાને બદલે ઘટી હોય અને લોકોને એવું હતુ કે રોજગારી મળશે અને ગામડાનો વિકાસ થશે પણ જે આશા ઠગારી નિવડી છે. તો હવે સરકાર અને સબંધિત વિભાગના ઉચ્ચ બાબુઓએ પણ લોકોને ન્યાય મળે અને ગામડાઓમાં વિકાસ કાર્યો થાય તે માટે સત્વરે આગળ આવવું જરૂરી છે... દરમિયાન દરમિયાન મહુવાના પૂર્વ ધારાસભ્ય અને કિશાન આગેવાન ડો.કનુભાઇ કળસરીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુમ્મર, બાંધકામ સમિતિના ચેરમેન ટીકુભાઇ વરૂ સહિતના અગ્રણીઓએ મુલાકાત લઇ ટેકો જાહેર કરતા જ આંદોલન ફરીથી વેગીલું બનવાની સૌ આંદોલનકારીઓને આશા જાગી છે. છાવણીમાં બેસેલા લોકો સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરતા અગ્રણીઓ અને આંદોલનમાં જોડાયેલા લોકો દર્શાય છે. (તસ્વીર-અહેવાલઃ શિવકુમાર રાજગોર, રાજુલા)

(2:46 pm IST)