Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

પોરબંદર પાસે ૫ લાખની લૂંટ અને વૃદ્ધની હત્યામાં આરોપીને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ

પોરબંદર, તા. ૩ :. પોરબંદર જિલ્લાની ભારવાડ સીમમાં ૫ લાખની લૂંટ અને હત્યામાં ઝડપાયેલ ભીમસીંગ ઉર્ફે ભીમા મંગલ્યાને રિમાન્ડની માગણી સાથે પોલીસ કોર્ટમાં રજુ કરશે.

પોરબંદર જિલ્લાના ભારવાડા ગામની ધારની સીમમાં ૧૮મી ફેબ્રુઆરીએ ભીમા નાથા ઉપર હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા બાદ તેમના પત્નિ લાખીબેનને ગંભીર ઈજા પહોંચાડીને અજાણ્યા શખ્સો રૂ. ૫.૧૦ લાખના દાગીના અને રોકડની લૂંટ ચલાવીને નાસી છૂટયા હતા.

આ પ્રકરણમાં પોલીસે ભીમસિંગ ઉર્ફે મંગલ્યા મનલોય આદિવાસી, જીતેન કુંવરસિંગ મલય આદિવાસી, પારસિંગ ઉર્ફે ચાંદરા આદિવાસી, નંગરૂ આદિવાસી અને સુનીલ આદિવાસી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં ઝડપાયેલ ભીમસિંગ ઉર્ફે ભીમા મંગલ્યા અને જીતેન આદિવાસી ભીમાભાઈ નાથાભાઈ મોઢવાડીયાની વાડીમાં ખેતમજુરી કરી ચૂકયા છે અને તેઓએ પોતાના પ્લાન મુજબ આ લૂંટનો પ્લાન ઘડયો હતો.

(11:23 am IST)