Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

તાલાલામાં કેસર કેરીના હરરાજીનો પ્રારંભ : પ્રથમ બોકસ ગૌમાતાને અર્પણ કરાશે

રાજકોટ તા.૩: ધોમધખતો તાપ શરૂ થઇ ગયો છે અને કેરીની આવક પણ ધીમે ધીમે વધવા લાગી છે. ત્યારે આજે તાલાલા (ગીર)માં કેસર કેરીની હરરાજી આજથી  બપોરે બે વાગ્યે હરરાજીનો પ્રારંભ થશે. અને પ્રથમ કેરીનું બોક્ષ ગૌમાતાને અર્પણ કરાશે જેથી આ બોકસના ઉંચા બોલ બોલાશે.

ગત સાલ સિઝન પૂરી થતા તાલાલા યાર્ડમાં ૧૦ લાખ ૬૭ હજાર બોકસ કેરીની આવક અને વેચાણ થયા હતા. જો કે આ વખતે રાબેતા મુજબ થોડુ મોડુ થયુ છે. ગોંડલના સબ યાર્ડમાં  ગત તા.૧લી એપ્રિલથી કેરીની આવક ચાલુ થઇ ગઇ હતી. અને અત્યાર સુધીમાં દોઢ લાખ બોકસ વેચાઇ ચુકયા છે. હવે ગોંડલમાં રોજ રોજ આવક વધતી જાય છે. ગત સાલ સિઝન પુરી થઇ ત્યારે ગોંડલમાં સાડા અગિયાર લાખ બોકસ કેરી વેચાઇ હતી. હવે તાલાલાની કેરી તાલાલા યાર્ડમાં આજથી શરૂ થઇ જશે અને ધીમે ધીમે ભાવ ઘટશે..

(11:20 am IST)