Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ધ્રોલ એસટી ડેપો મેનેજર સસ્પેન્ડ:ફરજમાં બેદરકારી મુદ્દે વિભાગીય નિયામકે ખુલાસો પૂછ્યો છતાં જવાબ નહિ આપતા કરાઈ કાર્યવાહી

પડધરી પાસે એસટી બસ બ્રેક ડાઉન થઇ હતી અને કોલ રીસીવ થયો ના હોય જામનગર વિભાગીય નિયામકે ખુલાસો માંગ્યો હતો

 

જામનગર: ધ્રોલ એસટી ડેપોમાં ફરજ બજાવતા ડેપો મેનેજર ફરજમાં બેદરકારી દાખવવા બદલ તેની સામે ખાતાકીય કાર્યવાહી કરી હતી અને ખુલાસો મંગાયો હતો જોકે ડેપો મેનેજર દ્વારા ખુલાસો ના કરાતા સસ્પેન્ડ કરવાનો આદેશ અપાયો છે

   અંગેની વિગત જામનગર જીલ્લાના ધ્રોલ એસટી ડેપોના મેનેજર આર.. શેખે ફરજમાં બેદરકારી દાખવી હતી. ગત ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં જાણ કર્યા વિના કચેરી છોડી ફરજમાં બેદરકારી દાખવી હતી તેમજ સમયગાળામાં પડધરી પાસે એસટી બસ બ્રેક ડાઉન થઇ હતી અને કોલ રીસીવ થયો ના હોય જે મામલે જામનગર વિભાગીય નિયામકે ખુલાસો માંગ્યો હોય છતાં ડેપો મેનેજર ખુલાસો નહિ આપતા વિભાગીય નિયામક આકરા પાણીએ આવ્યા હતા અને ડેપો મેનેજરને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે સસ્પેન્ડ કરવાના આદેશમાં જણાવાયું છે કે ધ્રોલ ડેપો ખાતે ફરજ બજાવતા આર..શેખ દ્વારા ગંભીર પ્રકારની બેદરકારી દાખવવા બદલ તા. ૦૩ ના રોજથી ફરજ મોકૂફ સસ્પેન્શન હેઠળ મુકવાનો હુકમ કરવામાં આવે છે. જેને સસ્પેન્શન દરમિયાન દ્વારકા ડેપો ખાતે દ્વારકા ડેપો મેનેજરને રોજેરોજ હાજરી પુરાવવાની રહેશે. દરમિયાન તેઓ પૂર્વ મંજુરી વિના હેડ ક્વાર્ટર છોડી શકશે નહિ. સસ્પેન્શન દરમિયાન આર.. શેખને સર્વિસ રેગ્યુલેશનની જોગવાઈ મુજબ ૫૦ % સસ્પેન્શન એલાઉન્સ મળવાપાત્ર થશે. આમ એસટી ડેપો મેનેજરને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાતા એસટી વિભાગમાં ચકચાર મચી છે અને ચર્ચા ડેપોના અન્ય કર્મચારીઓમાં પણ જોવા મળી રહી છે.

(1:12 am IST)