Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

સોમનાથ મંદિરના સ્થંભો સોનાથી મઢાશે : દિલ્હીથી 30 કિલો સોનુ સોમનાથ પહોંચ્યું

પાયલોટીંગ અને લોખંડી સુરક્ષા સાથે વાહનમાં સ્થંભ મઢવાના ઢાળા સોમનાથમાં લવાયા ;દિલ્હીના કારીગરો મઢવાની કામગીરી કરશે શરુ

સોમનાથ મહાદેવ મંદિરના સ્થંભો સોનાથી મઢ્વા તૈયારીઓ આરંભાઈ છે મંદિરના શિખર ઉપરની ટોચ, ધ્વજદંડ,તેના ઉપરના ત્રિશુલ, ડમરૃ, ભગવાન નિવાસ મંદિરના દ્વાર સ્થંભો સોનાથી ઝળહળી રહ્યા છે ત્યારે હવે મંદિરમાંના સ્થંભો મઢવા કામગીરીનો પ્રારંભ થશે.આ માટે દિલ્હીથી ૩૦ કિલો સોનુ જડબેસલાક બંદોબસ્ત સાથે સોમનાથ પહોંચ્યું છે અને આગામી સમયમાં દિલ્હીના કારીગરો દ્વારા મઢવાની કામગીરી શરૃ કરશે.

  દિલ્હીના સોનાનું કામ કરતા કારીગરો સ્થંભનું પુરેપુરૃ માપ લઈ તેના પુંઠાના મોડલમાં તે માપ ઢાળી દિલ્હી લઈ ગયા અને સ્થંભમાં જડવા માટેના ૩૦ કિલો સોનાના બનેલા ફર્મા અને સોનાની સામગ્રી કામ પૂર્ણ થતા સોમનાથ ટ્રસ્ટ સીકયોરીટી અને પ્રભાસપાટણ પોલીસના સબ ઈન્સ્પેકટર અને હથિયારબંધ પોલીસ જવાનો દિલ્હી આ સોનુ લેવા ખાસ વાહનમાં પહોંચ્યા હતા. પાયલોટીંગ તથા લોખંડી સુરક્ષા સાથે વાહનમાં તે સોનુ જે સ્થંભ મઢવાના ઢાળા સોમનાથ ખાતે લાવવામાં આવ્યા.સોનુ સોમનાથ પહોંચ્યા પછી હવે થોડા જ દિવસોમાં દિલ્હીના કારીગરો મંદિરના સ્થંભોને સોનાથી જડવાનું શરૃ કરશે.

(9:58 pm IST)