Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

પડધરી ટોલનાકા પાસે સ્‍ટંટ કરવાનું ભારે પડયું: ૧૦ બાઈકો પોલીસે ડીટેઈન કર્યા

રાજકોટ, તા. ૩ :. પડધરીના વણપરી ટોલનાકા પાસે હાઈવે પર સ્‍ટંટ કરનાર ૧૦ જેટલા બાઈકો પડધરી પોલીસે ડીટેઈન કરી કાયદાનું ભાન કરાવ્‍યુ હતું.

પ્રાપ્‍ત વિગતો મુજબ પડધરીના વણપરી ટોલનાકા પાસે જામનગરથી જુદા જુદા ૧૦ બાઈકો પર આવી રહેલા શખ્‍સો હાઈવે પર બાઈક પર સ્‍ટંટ કરી રહ્યા હોય પોલીસની ઝપટે ચડી ગયા હતા. પડધરીના એએસઆઈ પૂજાબેન મંડલી સહિતના સ્‍ટાફે વણપરી ટોલનાકા પાસે હાઈવે પર સ્‍ટંટ કરનાર ૧૦ જેટલા બાઈકસવારોને અટકાવી તેમના મોટર સાયકલો ડીટેઈન કર્યા હતા. આ બાઈકસવારો જામનગરથી રાજકોટ ગેબનશાહપીરની દરગાહ ખાતે ચાલતા ઉર્ષમાં આવી રહ્યા હતા અને હાઈવે પર બાઈક પર સ્‍ટંટ કરતા પોલીસની ઝપટે ચડી ગયા હતા.

હાઈવે પર જીવલેણ અકસ્‍માતના બનાવો વધી રહ્યા છે ત્‍યારે પડધરી પોલીસે હાઈવે પર જાન જોખમાય તેવા સ્‍ટંટ કરનાર બાઈક ચાલકોને કાયદાનુ ભાન કરાવ્‍યુ હતું.

(4:41 pm IST)