Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

જેતપુરના બે સસ્‍તા અનાજના દુકાનદારના લાયસન્‍સ ૯૦ દિ' માટે સસ્‍પેન્‍ડઃ ગોંડલના બાંદ્રા ગામે સવારથી દરોડા

બાંદ્રા ગામે તપાસમાં ઘઉંના જથ્‍થામાં ઘટ જણાતા ૧૬ હજારના ઘઉં લીઝ કરી દેતા ડીએસઓ..

રાજકોટ, તા. ૩ :. તાજેતરમાં કલેકટર અને ડીએસઓની સૂચના બાદ જેતપુરમાં બે સસ્‍તા અનાજના બે દુકાનદારોને ત્‍યાં પૂરવઠા તંત્રે દરોડા પાડયા હતા.

પૂરવઠાના ઈન્‍સ્‍પેકટરો ચીફ સપ્‍લાય ઈન્‍સ્‍પેકટર શ્રી હસમુખ પરસાણીયા અને વિજય રાદડીયાની ટીમોએ જેતપુરના શ્રધ્‍ધા ગ્રાહક ભંડાર અને મુકેશ વાઘેલા આ બન્ને સસ્‍તા અનાજના દુકાનદારને ત્‍યાં દરોડા પાડયા હતા. બન્ને તાળા મારી જતા રહ્યા હતા. બાદમાં દુકાનો ખોલાવી તપાસ કરતા ગેરરીતિ જણાતા ઈન્‍સ્‍પેકટરોના રીપોર્ટ પરથી ઉપરોકત બન્ને દુકાનદારના લાયસન્‍સ ૯૦ દિ' માટે સસ્‍પેન્‍ડ કરતો હુકમ ડીએસઓ શ્રી યોગેશ જોષીએ કર્યાનું બહાર આવ્‍યુ છે.  દરમિયાન આજે ચોક્કસ બાતમી બાદ ગોંડલના બાંદ્રા ગામે ડીએસઓ શ્રી યોગેશ જોષી ઉપરાંત ઈન્‍સ્‍પેકટરો પરસાણીયા, રાદડીયાની ટીમોએ જય ચામુંડા સંચાલિત વ્‍યાજબી ભાવની દુકાનમાં તપાસણી હાથ ધરી હતી. તેમા ઘઉંના જથ્‍થામાં ઘટ જણાતા ૧૬ હજારની કિંમતના ૮૩૦૦ કિલો ઘઉં સીઝ કરી આગળની તપાસ ચાલુ રાખી છે.

(4:33 pm IST)