Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ગીર સોમનાથ માછીમાર સમાજ દ્વારા શોષણ થતું અટકાવવા આવેદન પત્ર

વેરાવળ તા. ૩ : ગીર સોમનાથ જીલ્લાના ર૬ ગામના આગેવાનો દ્રારા ૩૦ મુદાનું આવેદન પત્ર આપવામાં આવેલ હતું જેમાં મોટી સંખ્યામાં  માછીમારો ઉમટી પડેલ હતા.

માછીમાર સમાજનું શોષણ બંધ કરાવવા અને માછીમારોને બચાવવા માટે ર૬ ગામના માછીમાર આગેવાનો તેમજ કાર્યકરો  દ્રારા હરીભાઈ સુયાણી ની અઘ્યક્ષતામાં મીટીગ મળેલ હતી અને ૩૦ મુદાઓ સરકારમાં રજુઆત કરવા માટે સર્વ સમીતીથી નિર્ણય લેવાયેલ હતો અને આજે (૧) નાના પરંપરાગત માછીમારોને મળતુ કેરોસીન સંપુર્ણ ટેક્ષ ફી કરવામાં આવે (ર)પરંપરાગત માછીમારોની જે સબસીડી બાકી છે તે વહેલી તકે ચુકવવામાં આવે (૩)પરંપરાગત માછીમારોની જુની લોન સંપુર્ણ માફ કરવામાં આવે (૪) નાના પરંપરાગત માછીમારોનો કેરોસીનનો જથ્થો ૬૦૦ લીટર કરવામાં આવે (પ) મંડળ મારફકત કેરોસીન વિતરણ શરૂ કરવા આવે (૬) દરીયા કિનારાની જમીન પરંપરાગત માછીમારોનો નામે કરવામાં આવે (૭) મહીલા પરંપરાગત મત્સ્ય કર્મીઓ માટે વ્યાજ વગરની લોન સુવિધા શરૂ કરવામાં આવે (૮)બોથમ ટ્રોલીગ,પરસીગ નેટ,એલ.ઈ.ડી લાઈટ અને લાઈન ફીશીગ દ્રારા કરવામાં આવતી  ફીશીગ સંપુર્ણ બંધ કરવામાં આવે જેવા ૩૦ મુદાઓ સાથે માછીમારોએ મોટી સંખ્યામાં જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપેલ હતું.

(4:05 pm IST)