Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

મોરબીના ઉંચી માંડલ પાસે ફેકટરીમાં અકસ્માતે મનોજભાઇ નિમાવતનું મોત

ખાખરેચી ગામના વળાંક પાસે કારે બાઇકને ઉલાળ્યુઃ ત્રણને ઇજા

મોરબી તા. ૩ : મોરબીના ઉંચી માંડલ ગામ નજીકની સિરામિક ફેકટરીમાં કામ કરતા મજુરનું અકસ્માતે મોત થયું હતું.

ઉંચી માંડલ ગામ નજીક આવેલી સીમ્પેરા સિરામિક ફેકટરીમાં કામ કરતા મનોજભાઈ હિમતરામ નિમાવત (ઉ.વ.૩૯) રહે. ઘૂટું ફેકટરીમાં કામ કરતા હોય ત્યારે મશીનમાં અકસ્માતે હાથ આવી જતા ઈજાઓ થતા તાકીદે સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે. પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ ચલાવી છે.(૨૧.૧૮)

અન્ય એક બનાવમાં મોરબીના ખાખરેચી ગામના વળાંક નજીક જી જે ૩ એચડીઙ્ગ ૨૮૧૩ પર અમિત છનાભાઈ પાટડીયા સહિતના ૨ શખ્સો જઈ રહ્યા હતા દરમિયાન રોડ ક્રોસ કરતા સમયે પુરપાટ ઝડપે આવતી કાર જીજે ૧૨ સીડી ૮૭૮૫ ના ચાલકે ત્રણ સવારી મોટર સાઈકલને હડફેટે લઈને ગંભીર ઈજાઓ પહોચાડી હતી તો મોટર સાઈકલ સવાર ત્રણને ઈજાઓ થતા ૧ ને રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો તો અન્યબે ને મોરબી સારવાર આપવામાં આવી રહી છે.બનાવ અંગે બાઈક ચાલક અમિતએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:05 pm IST)