Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

માળીયા મિંયાણાના સરવડ ગામે વાડામાં આગ ભભૂકીઃ કડબ-ખાતર ખાક

મોરબી તા. ૩ :.. માળીયા મીંયાણા તાલુકાના સરવડ ગામે વાડામાં વાડામાં આગ ભભુકતા કડબ અને ખાતરનો જથ્થો બળીને ખાક થઇ ગયો હતો.

મળતી વિગતો મુજબ માળીયા (મીં.)ના સરવડ ગામે ગઇકાલે સાંજના સમય એક મકાનની બાજુમાં આવેલ વાળામાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં પ્રસરી ગયેલ આગથી વાળામાં રાખેલ ખાતર - કડબ તેમજ વાળાની આજુબાજુના બાવળ સહિત ઝાડપાન બળીને ખાખ થઇ ગયા હતાં. આગ મકાન સુધી પહોંચે તે પૂર્વે મોરબી ફાયર ફાઇટરના જવાનો ફાયર ફાઇટર સાથે પહોંચી ગયા હતાં અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનશીબે કોઇ જાનહાની કે મોટી  દુર્ઘટના સર્જાઇ ન હતો.

(4:04 pm IST)